શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , ગુરુવાર, 30 જુલાઈ 2015 (18:09 IST)

ચાર વર્ષમાં ત્રણ ખૂંખાર આતંકવાદીઓને ફાંસી

મુંબઈમાં 1993ના શ્રેણીબધ બોમ્બ ધમાકાની પ્રક્રિયામાં મોતની સજા મેળવનારા એકમાત્ર દોષી યાકૂબ મેમનને ગુરૂવારે સવારે ફાંસી આપવામાં આવી અને આ સાથે જ તે છેલ્લા ચાર વર્ષોમાં આતંકી મામલામાં ત્રીજા દોષી બની ગયા જેમણે ફાંસી આપવામાં આવી. 
યાકૂબ મેમને આજે નાગપુર કેન્દ્રીયુ જેલમાં ફાંસી આપવામાં આવી જેમનો આજે 53મો જન્મદિવસ હતો. 
 
ફાંસીની સજા મેળવેલ અપરાધીનો પક્ષ પણ છેવટ સુધી સાંભળવા અને યોગ્ય ન્યાય અપાવવા માટે હાઈ કોર્ટનો દરવાજો અડધી રાત્રે ખુલ્યો અને લગભગ બે કલાક સુધી સુનાવણી થઈ. પણ યાકૂબને રાહત ન મળી શકી. 
 
સુપ્રીમ કોર્ટમાં ત્રણ વાગ્યે રાત્રે શરૂ થયેલ સુનાવણી પાંચ વાગ્યા સુધી ચાલતી રહી અને બીજી બાજુ કેન્દ્રીય જેલમાં તેને ફાંસી પર લટાકવવાની પ્રક્રિયા પણ સમાનાન્તર ચાલતી રહી. 

આગળના પેજ પર સંસદ પર હુમલાનો દોષી હતો.. મળી ફાંસી.. 
 
 
મેમન પહેલા સંસદ પર હુમલા મામલાના દોષી મોહમ્મદ અફજલ ગુરૂને નવ ફેબ્રુઆરી 2013ના રોજ તિહાડ જેલમાં સવારે આઠ વાગ્યે ફાંસી આપવામાં આવી હતી. 
 
અફજલ ગુરૂ ડિસેમ્બર 2001માં સંસદ પર હુમલાનું ષડયંત્ર રચવા મામલાના દોષી સાબિત કરવામાં આવ્યો હતો અને હાઈ કોર્ટે 2004માં  તેને મોતની સજા સંભળાવી. 
 
ભારે હથિયારો સહિત પાંચ આતંકવાદી 13 ડિસેમ્બર 2001ના સંસદ ભવન પ્રાંગણમાં ઘુસી ગયા હતા અને તેમણે અંધાધુંધ ગોળીબાર કરીને નવ લોકોનો જીવ લીધો હતો. 
 


આતંકી કસાબને આ માટે ફાંસી આપવામાં આવી આગળ.. 
અફજલ ગુરૂ પહેલા મુંબઈ પર 26/11 આતંકી હુમલામાં એકમાત્ર જીવિત પકડાયેલ પાકિસ્તાની બંદૂકધારી અજમલ કસાબને 21 નવેમ્બર 2012ના રોજ પુણેના યેરવદા કેન્દ્રીય જેલમાં ફાંસી આપવામાં આવી હતી જે એક ગોપનીય અભિયાન હેઠળ થઈ. 
 
પાકિસ્તાન સ્થિત લશ્કર એ તૈયબાના 10 આતંકવાદી 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ પહોંચ્યા અને તેમણે શહેરના અનેક મહત્વપુર્ણ સ્થાનોને નિશાન બનાવેલ અંધાધૂંધ ગોળીબારી કરી. જેમા હોટલ તાજ અને છત્રપતિ શિવાજી ટર્મિનસનો સમાવેશ છે. તેમા કેટલાક વિદેશીઓ સહિત 166 લોકો માર્યા ગયા હતા. આ દરમિયાન 60 કલાક સુધી ચાલેલા અભિયાનમાં નવ આતંકવાદી માર્યા ગયા હતા અને કસાબને જીવતો પકડી લીધો હતો.