શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: છતીસગઢ -કોરબા , મંગળવાર, 24 માર્ચ 2015 (15:20 IST)

અજબ- ગજબ - પાંચ કિલોનું રામ નામ પત્થર પાણીમાં તરવા લાગ્યા...

રામ જ્યારે સીતાજીને રાવણના સીકંજામાંથી છોડાવવા શ્રીલંકા ગયા ત્યારે રસ્તામાં દરિયો આવ્યો આવા સમયે વાનરસેનાએ પથ્થરો પર રામનું નામ લખી આ પથ્થર દરિયામાં નાખ્યા નએ ચમત્કાર થયો. રામ નામ લખેલા પથ્થર દરિયામાં તરવા લાગ્યા અને પછી એક પુલ બનાવી આ રીતે વાનરસેન લંકા પહોંચી હતી. કઈક આવી જ ઘટના બની છતીસગઢના કોરબામાં 
 
કોરબામાં આવેલી હસદેવી નદીમાં  પાંચ કિલો વજનનો એક પથ્થર તરતો દેખાયો અને લોકો જોવા માટે ઉમટી પડયા . આશ્ચર્યની વાત એ છે કે આ પથ્થર પર પણ રામ લખેલું છે. લોકોએ આ પથ્થરને પણ રામ સેતુ સાથે જોડી દીધો છે. એટલે જ નહિ લોકો તો આ પથ્થરની પૂજા પણ કરવા લાગ્યા છે. મળતી માહિતી પ્રમાણે હસદેવી નદીના કિનારે અ અ પથ્થર એક બાળકને રેતીમાં દટાયેલો મળ્યો હતો. બાળકે આ પથ્થરને નદીમાં ફેંહક્યો તો ડૂબવાના બદલે આ પથ્થર પાણીમાં તરવા લાગ્યો.
 
ત્યારબાદ કેટલાક બાળકો આ પથ્થરને નદીમાંથી કાઢી બાજુમાં આવેલા શિવમંદિરમાં લઈ ગયા અને પછી તેમણે આ પથ્થર શિવમંદિર પાસે આવેલી નહેરમાં નાખ્યો જો કે , નહેરમાં પણ પથ્થર ડૂબવાના બદલે તરવા લાગ્યો નવરાત્રી આવતા જ લોકોએ આ પથ્થરને રામ નામનો પથ્થર ગણી તેની પૂજા પણ કરી જો કે , વૈજ્ઞાનિકોએ પથ્થર પાણીમાં તરવા પાછળ ઘણા તારણો રજૂ કર્યા છે.