શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ , રવિવાર, 19 ઑક્ટોબર 2014 (09:44 IST)

અન્નાએ આપી મોદી સરકારને ચેતવણી

. ભૂખ હડતાળથી યુપીએ સરકારનો પાયો હલાવી દેનાર સામાજીક કાર્યકર્તા અન્ના હજારે એક વાર ફરી ચર્ચામાં છે. મોદી સરકારને તેમને ચેતાવણી અપઈ છેકે વિદેશોમાં જમા કાળુ નાણુ લાવે નહી તો તેઓ ફરીથી આંદોલન કરવાથી પાછળ નહી હટે. 
 
અન્ના હજારેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે કે આ પત્રમાં અન્નાએ લખ્યુ છે કે લોકસભા ચૂંટણી પહેલા મોદીએ દેશના વિદેશી બેંકોમાં જમા કાળુ ધન 100 દિવસની અંદર લાવવાનું વચન આપ્યુ હતુ. ચૂંટણી જીત્યા બાદ કેન્દ્રમાં મોદીની સરકાર બનાવી.  
 
મોદીની સરકાર આવતા જ એસઆઈટી ટીમના ગઠનની જાહેરાત કરી. પણ તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં આપેલ સોગંધનામાથી દેશવાસીઓને ઝટકો લાગ્યો છે. અન્નાએ મોદીને પ્રશ્ન કર્યો કે એવી શુ મજબુરી છે કે તેઓ કાળુ નાણું છુપાવનારાનુ નામ જાહેર નથી કરી શકતા. તેમણે લખ્યુ કે મોદી સરકારને આવીને પાંચ મહિના વીતી ગયા છે. પણ કાળુ નાણુ લાવવા અથવા લોકપાલ નિમણૂંક માટે કોઈ પગલા ઉઠાવ્યા નથી.