શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શુક્રવાર, 28 નવેમ્બર 2014 (13:16 IST)

અપહરણ થયેલ ભારતીયોની શોધ માટે સરકાર જમીન-આકાશ એક કરી નાખશે - સુષમા

ઈરાકમાં અપહરણ કરાયેલ 40 ભારતીયોને જીવતા થવાના લઈને બનેક શંકાની સ્થિતિ પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આજે રાજ્યસભામા નિવેદન આપ્યુ. સુષમા સ્વરાજે કહ્યુ કે સરકાર પાસે આ વાતનો પુરાવો છે નથી કે અપહરણ કરાયેલા ભારતીયોની હત્યા કરવામાં આવી છે કે તેઓ જીવતા છે.  પણ સરકારના 6 સૂત્રોએ દાવો કર્યો છેકે ભારતીય સુરક્ષિત છે.  તેમણે કહ્યુ કે આ આશા સાથે સરકાર અપહરણ કરાયેલ ભારતીયોને બચાવવા માટે જમીન આકાશ એક કરી રહ્યુ છે. 
 
સુષમા સ્વરાજે કહ્યુ, 'હુ નોટિસ પછી બંને સદનોમાં આ બાબતોને લઈને સ્થિતિ સ્પષ્ટ કરવા આવી છુ. ભારતીય માર્યા ગયા છે કે જીવતા છે ? આ સવાલ પહેલીવાર નથી ઉભો થયો. અમે સતત આ મુદ્દે કોશિશ કરી રહ્યા છે અને જ્યા સુધી પીડિત પરિવારોની સાથે અમારા સંપર્કનો સવાલ છે તો હુ ખુદ પાંચ વાર તેમની સાથે મુલાકાત કરી ચુકી છુ. 
 
39 ભારતીયોના માર્યા જવાના દાવા કરનારા હરજીત મસીહના નિવેદન પર સરકારના પક્ષ મુકતા વિદેશ મંત્રીએ કહ્યુ. 'હરજીંદરની સ્ટોરી ખૂબ જ વિરોધાભાસ છે. સરકાર પાસે આ સ્ટોરીના આધાર પર બે વિકલ્પ છે. એક એ કે અમે માની લઈએ કે હરજીતનુ નિવેદન ઠીક છે અને આપણે ભારતીયોની શોધ બંધ કરી દઈએ. બીજી એ કે અમે વિવિધ દેશોમાં અમારા સૂત્રોને સહારે તેમની શોધ કરીએ.  સરકાર પાસે બંને સ્થિતિ માટે પુરતા પુરાવા નથી.  
 
સુષમાએ કહ્યુ કે સરકારના મોટાભાગના સૂત્રો કહે છે કે ભારતીય સુરક્ષિત છે. તેમણે કહ્યુ . સરકારના સૂત્રો પાસેથી લેખિતમાં એક ગુપ્ત સંદેશ મળ્યો છે કે ભારતીય માર્યા નથી ગયા સુરક્ષિત છે. એવા દાવા જુદા જુદા 6 લોકોએ કર્યા છે. અમે એક વિશેષજ્ઞ ઓફિસરને ત્યા ગોઠવ્યા પણ છે. જે પણ સૂત્રો સાથે સંપર્ક કર્યો છે તેમણે કહ્યુ કે ભારતીય બંધક માર્યા નથી ગયા. તેથી અમે આ આશા સાથે એ લોકોની શોધ કરી રહ્યા છે. સદનમાં વિપક્ષના પ્રશ્નોને વચ્ચે જ રોકતા સુષમા સ્વરાજે સાંસદોને અપીલ કરી કે તેઓ ભારતીય બધકો માટે માર્યા ગયેલ શબ્દ નો ઉલ્લેખ ન કરે.