શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: જમ્મૂ , શુક્રવાર, 26 જૂન 2015 (17:13 IST)

આ વખતે અમરનાથ યાત્રામાં ભાવિકિને નહિ મળે હલવા , પૂરી કે ફાસ્ટ્ફૂડ ..... ઘી અને તેલ વિનાના ખોરાકને જ મંજૂરી

આ વખતે અમરનાથ યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓને પૂરી હલવો , બર્ગર અને પરોઠા જેવી વસ્તુઓ  નહિ મળે કેમ કે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ આ વર્ષે કોલ્ડ ડ્રીંક , તળેલું શેકેલું ભોજન અને ફાસ્ટફૂડ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નિષ્ણાતો પાએથી મળેલા મંતવ્યોને ધ્યાનમાં રાખી બોર્ડ આ ફેંસલો લીધો છે. શ્રાઈન બોઋદના ડેપ્યુટી મુખ્ય કાર્યકારી અધિકારી પંકજ આનંદે કહ્યું કે અમરનાથ યાત્રા કરનારા યાત્રિકોને માત્ર ઘી અને તેલ વિના તૈયાર થયેલું ભોજન જ પીરસવામાં આવશે. 
 
 આના માટે પહેલાઅમ અને બાલટાલથી અમરનથ જનારા રસ્તા પર્ક મોજૂદ તમામ લંગર સંસ્થાઓ ફૂડ સ્ટોલ અને દુકાનોને બોર્ડ તરફથી એક મેન્યુ દેવામાં આવ્યું છે. 2012માં અમરનાથ યાત્રા દરમિયાન 130 ભાવિકોના મોત થયા હતા . આના પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યકત કરી હતી. ત્યાર્બાદ એક્સપર્ટ કમિટી બનાવવામાં આવી હતી. આ કમિટીએ એવા મંત્વય આપ્યા કે ઠંડી અને તળેલી વસ્તુઓ ખવાથી યાત્રીઇઅને ઉંચાઈ પર ગયા બાદ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. 
 
આના કારણે જ આ વખતે શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ ફૂડ સ્ટોલ લંગર અને અનંતનાગ તેમજ ગંદરબલના જિલ્લા અધિકારીઓ અને આપીલ કરી છે કે યાત્રિકો માટે તૈયાર કરવામાં આવેલા મેન્યુમું પાલન કરાવવા જરૂરી આદેશ જારી કરો. જાણવા મળ્યા મુજ્બ યાત્રિકો માટે જે મેન્યુ નક્કી કરાયું છે . તેમાં દાળ લીલા શકાભાજી બટાકા સોયાબીન લીલા સલાડ ફળ અને સાદા ભાતનો સમાવેશ કરાયો છે.