શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 25 જૂન 2016 (10:56 IST)

આકાશમાંથી વીજળી પડતા ફક્ત 3 દિવસમાં જ 300ના મોત, વૈજ્ઞાનિકો પણ હેરાન

આસમાની વિજળીથી 3 દિવસમાં 300 લોકોના મોત થયા છે.  આવુ પહેલીવાર થયુ છે. આ આંકડાથી  ભારતના નહી પરંતુ દુનિયાના વૈજ્ઞાનિકો પણ ચોંકી ઉઠયા છે. આસમાની વિજળી દેશના પાંચ રાજયોમાં વિજળી આફત બની રહી છે.  દર વર્ષે આમ તો વિજળી પડતા ભારતમાં 2500 લોકોના મોત થાય છે પરંતુ જુન મહિનામાં જ આ વિચિત્ર ઘટનાને વૈજ્ઞાનિકો સમજી નથી શકતા.  શું આવો વ્રજપાત કોઇ મોટી આફતનો ઇશારો કરે છે ? ઓરિસ્સા, બિહાર, ઝારખંડ, યુપી, મહારાષ્ટ્ર, ગુજરાત, આંધ્ર, તેલંગણા અને જમ્મુ-કાશ્મીરમાં વિજળી પડી છે.  ઓડિશામાં બે દિવસમાં જ 155 લોકોના મોત થયા છે.

 વૈજ્ઞાનિકો કહે છે કે, વિજળી 30,000 ડીગ્રી સેન્ટીગ્રેટ સુધી ગરમી પેદા કરે છે એટલે કે સુરજથી પણ છ ગણી વધુ ગરમી એકપળમાં કોઇને મારી નાખવા માટે કાફી છે.  જયાં વિજળી પડે ત્યાં 10માંથી 3 જણા મૃત્યુ પામે છે જયારે બાકીના દાઝી જાય છે.  વિજળી પડતી વેળાએ એક અબજ વોલ્ટ સુધીનો ઝટકો લાગે છે. જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.