શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 2 માર્ચ 2015 (10:53 IST)

'આપ'માં અંદરખાને વિવાદ, યોગેન્દ્ર યાદવે સફાઈ આપી

આમ આદમી પાર્ટીનો પરસ્પર વિવાદ હવે સાર્વજનિક થઈ ગયો છે. પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ દ્વારા બે પદો સંભાળવા અને પાર્ટીના દેશભરમાં વિસ્તાર કરવાને લઈને બે જૂથ બની ગયા છે. પાર્ટીના આંતરિક લોકપાલે અરવિંદને બે પદો પર રહેવાના લઈને સવાલ ઉઠાવ્યો છે. સૂત્રોન અમુજબ પ્રશાંત ભૂષણ અને યોગેદ્ન યાદવની પાર્ટીના વિસ્તારને લઈને અરવિંદ અને મનીષ સિસોદિયા સાથે વિવાદ થયો છે. 
 
એક છાપા મુજબ 26 ફેબ્રુઆરીન અરોજ આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં વરિષ્ઠ નેતા પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવે ચિઠ્ઠી લખીને પાર્ટીની કાર્યપ્રણાલી અને ડોનેશન લેવાની રીત પર સવાલ ઉઠાવ્યો હતો. 
 
પાર્ટીના આંતરિક લોકપાલ એડમિરલ રામદાસની ચિઠ્ઠીએ પણ નવા વિવાદને જન્મ આપ્યો છે. 25 ફેબ્રુઆરીના રોજ પાર્ટેની રાષ્ટ્રીય કાર્યાકારિણી અને સંસદીય કાર્યસમિતિને મોકલેલ ચિઠ્ઠીમાં પણ પાર્ટીમા લોકતંત્રને લઈને અનેક સવાલ ઉઠાવ્યા છે. જેમા પાર્ટીમાં ચાલી રહેલ ગુટબાજી અને પરસ્પર વિવાદનો મુદ્દો ઉઠાવાયો છે. રામદાસે કહ્યુ છે કે પાર્ટીની ટોપ લીડરશિપમાં સંવાદહીનતા બનેલ છે. 
 
 
યોગેન્દ્રનુ ટ્વીટ 
 
આજે યોગેન્દ્ર યાદવે ટ્વીટ કરી કહ્યુ.. દિલ્હીમાં મોટી જીત પછી હવે સમય છે  કામ કરવાનો. દેશને અમારી પાસેથી અનેક આશાઓ છે. નાની ભૂલોને લઈને લોકોની આશાઓને ધ્વસ્ત ન કરો. છેલ્લા બે દિવસથી મીડિયામાં મારા અને પ્રશાંત ભૂષણ વિશે સમાચાર છે. આધારહિન આરોપો લગાવાય રહ્યા છે. ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે. આવા સમાચારો પર હુ ક્યારેક હસુ છુ તો ક્યારેક દુ:ખ પણ થાય છે.  જેણે પણ આ સ્ટોરી ચલાવી છે એ તેના મગજની ઉપજ હ્ચે.  મોટી જીત પછી હવે કામ કરવાની જરૂર છે. આ પહેલા પાર્ટીમાં મતભેદોના સમાચાર પર યોગેન્દ્ર યાદવે કહ્યુ હતુ કે તેમના અને કેજરીવાલની વચ્ચે કોઈ મતભેદ નથી.  તેમણે એ પણ કહ્યુ કે આંતરિક લોકપાલની તરફથી જે મુદ્દા ઉઠાવાયા છે એ પાર્ટીનુ આંતરિક લોકતંત્ર દર્શાવે છે. પાર્ટીના આંતરિક લોકપાલ રામદાસના પત્ર પર યોગેન્દ્રએ કહ્યુ કે તેમના લેટર પર પાર્ટી જ કોઈ નિર્ણય લેશે કારણ કે તેઓ પાર્ટીના સભ્ય નથી.  કેજરીવાલ સીએમ રહેતા પાર્ટીના સંયોજકના પદ પર પણ રહી શકે છે. કારણ કે તેઓ પાર્ટીનો લોકપ્રિય ચહેરો છે અને પાર્ટીને તેમની જરૂર છે.