શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 1 જુલાઈ 2016 (15:47 IST)

ઉત્તરાખંડમા વાદળ ફાટવાથી 30 લોકોના મોત

ઉત્તરાખંડમાં ધોધમાર વરસાદ અને પૂરથી અનેક શહેરોમાં પરિસ્થિતિ બગડી ગઈ છે. પિથૌરાગઢ અને ચમોલીમાં વાદળ ફાટવાથી 30 લોકોના મોતની આશંકા બતાવાય રહી છે.  જ્યારે કે 18 લોકો ની લાશ મળી છે.  ભરે વરસાદને કારણે ઋષિકેશ-બદ્રીનાથ માર્ગ પર તોતા ઘાટીના નિકટ નેશનલ હાઈવે પર મોટો પત્થર ઢસડીને રસ્તા પર આવી પડ્યો જેનાથી હાઈવે બંધ થઈ ગયો. 
 
નદીઓનુ જળસ્તર વધ્યુ 
 
ચોમાસુ આવત જ ઉત્તરાખંડમાં આફતોનો દૌર શરૂ થઈ ગયો. બાગેશ્વરમાં નદીઓનું જળસ્તર ખૂબ વધી ગયુ છે. નૈનીતાલમાં રાતથી વરસાદ વારેઘડીએ પડી રહ્યો છે.  માહિતી મુજબ વાદળ ફાટવાથી પિથૌરાગઢમાં 9 અને ચમોલીમાં 9 લોકોના મોત થઈ ચુક્યા છે. રસ્તા ખરાબ થવાથી રાહત અને બચાવ કાર્યમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે. અનેક ગામોનો માર્ગ સાથેનો સંપર્ક તૂટી ગયો છે