શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શ્રીનગર. , શનિવાર, 26 જુલાઈ 2014 (10:18 IST)

કારગિલ વિજય દિવસ પર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો, 1 જવાન શહીદ

કારગિલ વિજય દિવસની 15મી વર્ષગાંઠ પર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલો થયો છે. શનિવારે સવારે લગભગ અઢી વાગ્યે બારામૂલા જીલ્લામાં આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો. હુમલામાં એક પોલીસ કર્મચારી શહીદ થઈ ગયો. જ્યારે કે અન્ય 4 ઘાયલ થઈ ગયા છે. સ્થાનીક પોલીસે જણાવ્યુ કે હુમલો  સોપોરમાં મુખ્ય ચોકની નિકટ એક પોલીસ દળ પર થયો. 
 
પોલીસના મુજબ હુમલા સમયે કેટલાક શરારતી તત્વો પોલીસ પર પત્થર મારો કરી રહ્યા હતા. હુમલામાં પાંચ પોલીસકર્મચારીઓ ઘાયલ થયા હતા. પણ એક જવાન એમ સૈયદે ઉપચાર પહેલા દમ તોડી નાખ્યો. બે ઘાયલ પોલીસ કર્મચારીઓને સારવાર માટે શ્રીનગર લઈ જવામાં આવ્યા છે. બે અન્યની  સોપોર હોસ્પિટલમાં જ સારવાર ચાલી રહી છે. 
 
અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. બીજી બાજુ પોલીસ અને સુરક્ષા બળ વિસ્તારની સર્ચિંગ કરી રહ્યુ છે. 
 
છેલ્લા 24 કલાકમાં આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં સુરક્ષા બળો પર કરવામાં આવેલ આ બીજો હુમલો છે. આતંકીયોએ શુક્રવારે સાંજે પણ દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જીલ્લામાં ગોળીબારી કરી હતી. જેમા એક પોલીસ કર્મચારી શહીદ થઈ ગયો હતો.