શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શનિવાર, 26 જુલાઈ 2014 (12:20 IST)

કારગિલ વિજયના 15 વર્ષ, કારગિલ શહીદોને સલામ

. આજે કારગિલ વિજ્યના 15 વર્ષ પુરા થઈ ગયા છે. ઠીક પંદર વર્ષ પહેલા ભારતીય સેનાએ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાવી હતી. આ ખાસ અવસર પર દિલ્હીમાં ઈંડિયા ગેટ પર રક્ષા મંત્રી અરુણ જેટલીએ ત્રણ સેનાઓના પ્રમુખો સાથે કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. 
 
આ પહેલા ગઈકાલે આર્મી ચીફ જનરલ વિક્રમ સિંહે દ્રાસ સેક્ટરના વાર મેમોરિયલમાં શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. વિજય દિવસના અવસર પર આજે દાસના વોર મેમોરિયલ પર અનેક ક્રાય્રક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. જ્યા સેનાના જવાન અને શહીદોના પરિવારના સભ્યો હાજર રહેશે. 
 
શહીદ જવાનોના પરિવારના વિજય દિવસના પ્રસંગ પર દર વર્ષે અહી યુદ્ધ સ્મારકની મુલાકાત લઈને શહીદોને યાદ કરે છે. 1999માં કારગિલમાં લડાઈ ત્યારે શરૂ થઈ જ્યારે પાકિસ્તાની સેનાએ ઘૂસણખોરોને સમર્થન આપવુ શરૂ કરી દીધુ હતુ. 
 
કારગિલ સીમા પર આ ઘૂસપેઠ 2 મે 1999માં શરૂ થઈ. કારગિલની લડાઈ લગભગ ત્રણ મહિના સુધી ચાલી હતી અને તેમા સેકડો ભારતીય જવાન શહીદ થયા. ફેબ્રુઆરી 1999માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પણ તેના થોડા મહિના પછી જ બંને દેશો વચ્ચે કારગિલ યુદ્ધ શરૂ થઈ ગયુ.