શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 19 ઑગસ્ટ 2014 (16:00 IST)

ટીમ ઈંડિયાના ડાયરેક્ટર બન્યા રવિ શાસ્ત્રી, બોલિંગ અને ફિલ્ડિંગ કોચને રજા આપવામાં આવી

ઈગ્લેંડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં મળેલ શરમજનક હાર પછી પૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીને ટીમ ઈંડિયાના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે શાસ્ત્રી વનડે શ્રેણી માટે ટીમના ડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવ્યા છે. હેડ કોચ ડંકન ફ્લેચર શાસ્ત્રીને રિપોર્ટ કરશે. 
 
ચીફ સેલેક્ટર સંદીપ પાટિલ અને કપ્તાન એમએસ ધોનીની વચ્ચે રવિ શાસ્ત્રી કોઓર્ડિનેટ કરશે. ટીમ ઈંડિયાને મળેલ હારની ગાજ બોલિંગ કોચ જોએ ડેવ્સ અને ફિલ્ડિગ કોચ ટ્રેવર પેની પર પડી છે. આ બંનેને રજા આપવામાં આવી છે. વનડે સીરીઝ માટે પૂર્વ ભારતીય ઓલરાઉંડર સંજય બાંગર અને પૂર્વ ઝડપી બોલર ભારત અરુણને સહાયક કોચ તરીકે નિમણૂંક કર્યા છે. 
 
બીજી બાજુ શ્રીઘરને ટીમની ફિલ્ડિંગ કોચ તરીકે નિમણૂંક કર્યા છે અત્રે એ ઉલ્લેખનીય છે કે ઈગ્લેંડ વિરુદ્ધ 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈંડિયાને 1-3ની શરમજનક હારનો સામનો કરવો પડ્યો. પ્રથમ મેચ ડ્રો થયા પછી ભારતે એક મેચ જીતી. જ્યારે કે સતત ત્રણ મેચ ગુમાવી દીધી. 
 
ત્રીજી અને ચોથી ટેસ્ટમાં તો ટીમ ઈંડિયાને એક દાવની હારનો સમાનો કરવો પડ્યો. શ્રેણી દરમિયાન ટીમ ઈંડિયાની ફિલ્ડિંગ અને બોલિંગની ખૂબ આલોચના થઈ છે.