1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 18 એપ્રિલ 2015 (11:54 IST)

દિલ્હી પરત ફર્યા PM મોદી, તેમના વિરોધી સંજય જોશીના પોસ્ટર લાગવાથી બબાલ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારત પરત ફરી ચુક્યા છે. પીએમના કમબેક સાથે જ મોદીના વિરોધી સંજય જોશીની ઘર વાપસીની વાત ઉઠવા લાગી છે. બીજેપી મુખ્યાલય અને પાર્ટીના મોટા નેતાઓના ઘરની બહાર શનિવારે સંજય જોશીની ઘર વાપસી સંબંધિત પોસ્ટર લગાવ્યા છે.  આ હોર્ડિગ્સ અને પોસ્ટર પર સંજય જોશીની ઘર વાપસીની માંગ સાથે લખ્યુ છે, 

અગર સબસે હોતી હૈ મન કી બાત તો ફિર સોનુ હમારે ભી મન કી બાત 
સબકા સાથ સબકા વિકાસ તો ફિર ક્યો નહી સંજય જોશી કા સાથ 
હમારે સુનો મન કી બાત, સંજય જોશી કી ઘર વાપસી હો અબકી બાર 
 
પોસ્ટરમાં મોદીના મનની વાત કાર્યક્રમ પર હુમલો કરતા કહેવામાં આવ્યુ છે કે, 'હોતી હૈ સબ સે મન કી બાત, ફિર ક્યો નહી કરતે સંજય જોશી સે બાત.'  જો કે શનિવારે આ પોસ્ટર જોતા જ હટાવી લેવામાં આવ્યા છે. પોસ્ટર બીજેપી નેતા લાલ કૃષ્ણ અડવાણી અને બીજેપી અધ્યક્ષ અમિત શાહના ઘરની બહાર પણ લગાવ્યા હતા.  
 
ઉલ્લેખનીય છે કે સંજય જોશી મોદીના વિરોધી માનવામાં આવે છે. આ પહેલા સંજય જોશીના જન્મદિવસ પર પોસ્ટર લગાવવાને લઈને કેન્દ્રીય મંત્રી શ્રીપદ નાઈકને પાર્ટી આલાકમાન તરફથી સાંભળવુ પડ્યુ હતુ. અમિત શાહે જોશીને શુભેચ્છા આપવાને લઈને પાર્ટી નેતાઓને ફોન પર ફટકાર લગાવી હતી.