શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 7 જુલાઈ 2015 (12:47 IST)

બારાબંકી - પોલીસચોકીમાં મહિલાને જીવતી સળગાવી, CM અખિલેશે તપાસનો આદેશ આપ્યો

યૂપીના બારાબંકી પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે ધરપકડ કરવામાં આવેલા પતિને છોડવા માટે પોલીસને વિનંતી કરી રહેલ એક મહિલાને પોલીસ અધિકારીએ પેટ્રોલ નાખીને જીવતી સળગાવી દીધી.  ગંભીર રૂપે દાઝેલી મહિલા નીતૂ ત્રિવેદીને લખનૌ ટ્રામા સેંટરમાં દાખલ કરવામાં આવી જેનુ સારવાર દરમિયાન મોત થયુ છે. આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ બારાબંકીના એસપીએ આરોપી પોલીસ અધિકારીઓને સસપેન્ડ કરી દીધા હતા. 
 
આ મહિલા નામે નીતુ દ્વિવેદી પોતાના પતિને પોલીસ કસ્ટડીમાંથી છોડાવવા માટે આવી હતી. જેની પાસે પોલીસ અધિકારીએ એક લાખ રૂપિયાની માંગ કરી હતી પણ આટલી મોટી રકમ તે આપી શકે તેમ નથી તે જણાવતા તેની પાસે સોનાની અંગુઠી અને ચેન લઈ લેવામાં આવી હતી અને તેના પર બળાત્કારનો પ્રયાસ કરાયો હતો. મહિલા તેમના તાબે ન થતા તેના પર પેટ્રોલ છાંટીને તેને આગ ચાંપી દેવામાં આવી હતી. ગંભીર હાલતમાં તેને લખનૌ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં હાવી હતી જ્યા સવારે તેનુ મૃત્યુ થયુ હતુ.  જો કે પોલીસે આ ઘટનાને આત્મહત્યા ગણાવી છે. પોલીસમાં એ નોંધ છે કે આરોપીઓ દ્વારા છેડછાડ કરતા ક્ષુબ્ધ થયેલી મહિલાએ પોતાની જાતને આગ લગાવી દીધી હતી અને પોલીસ સ્ટેશનમાંથી બહાર દોડી ગઈ હતી. જ્યા તેને બહારના લોકોએ મદદ કરી હતી. આગ ઓલવ્યા પછી બે કોન્સ્ટેબલોએ તેને તેના પુત્ર સાથે હોસ્પિટલ મોકલી હતી.  પ્રાથમિક ઉપચાર બાદ તેને સિવિલ મોકલાઈ હતી. ગઢા બસંતપુરાની રહેવાસી આ મહિલા આંગણવાડી કાર્યકર છે.  હત્યાના પ્રયાસના એક કેસમાં આરોપીઓને પકડવામાં નિષ્ફળ રહેલી પોલીસે આ પીડિતાના પતિની ધરપકડ કરી તેને કસ્ટડીમાં નાખ્યો.  પીડિતાનુ ન્વિએદન એસડીએમની હાજરીમાં લેવાયુ હતુ. પીડિતાનો પુત્ર એક છાપામાં સ્થાનિક પત્રકાર તરીકે કામગીરી બજાવે છે.