શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: પટના , શુક્રવાર, 24 જુલાઈ 2015 (14:26 IST)

બિહારમાં સી આર પાટીલને 20 લાખ સાડીઓ , ટુવાલો મતદારને વહેંચવાનો ટાર્ગેટ અપાયો. જેડીયુના એમપીનો આક્ષેપ

બિહારમાં ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે ત્યારે જનતા દળ યુનાઈટેડના સંસદસભ્ય કે સી ત્યાગીએ ભાજપના ગુજરાતના સંસદસભ્ય સી આર પાટીલ પર આરોપ લગાવતા જણાવ્યું કે તેઓ બિહારમાં લાખોની સંખ્યામાં સાડીઓ અને ટુવાલ વહેંચીને મતદારોનો લાંચ આપી રહ્યા છે. 
 
ભાજપ પર આરોપ લગાવતા કેસી ત્યાગી કહે છે  બિહારમાં ભાજપ દ્વારા મતદારોને ખરીદવાનો પ્રયાસ થઈ રહ્યો છે ગુજરાતના 100 વેપારીઓને  20 લાખ સાડીઓ ટુવાલો અને ટોપીઓ ભેગી કરીને બિહારમાં વહેંચવાનું લક્ષ્ય અપાયું છે. બિહારમાં ભાજપના ચૂંટણી કો-કંવીનર સી આર પાટિલને આની જવાબદારી સોંપાઈ છે. દરેક સાડીની કિમત 500-1500 સુધીની છે. 
 
ભાજપ પર આરોપોની ઝડીઓ વરસાવતા કે સી ત્યાગી વધુમાં કહે છે કે જો તેઓ બિહારમાં હારી જશે તો તેમની પ્રતિષ્ઠાને ભારે હાનિ પહૉંચી શકે તેમ છે.   ભાજપે ચૂંટણી જીતવા માટે મતદારોનો લાંચ આપવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે તેની સામે જેડીયુ  , કાંગ્રેસ આરજેડી અને જનતા પરિવાર ઈલેક્શન કમિશનને મળીને ફરિયાદ નોંધાવશે.