શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 26 ઑગસ્ટ 2014 (16:42 IST)

બીજેપી સંસદીય બોર્ડમાંથી અટલ, અડવાણી... જોશી બહાર

સત્તાધારી ભાજપાએ મંગળવારે જ્યા અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને સંસદીય બોર્ડમાંથી બહાર કરી દીધા. તો બીજી બાજુ કેન્દ્ર સરકારે પાર્ટીના ચાર નેતાઓ (કલ્યાણ સિંહ, વજુભાઈ વાળા, મુદ્રુલા સિન્હા, સી વિદ્યાસાગર રાવ)ને રાજ્યપાલ બનાવવાનો નિર્ણય કર્યો છે. 
 
સંસદીય્ બોર્ડમાંથી કાઢ્યા, માર્ગદર્શક મંડળમાં મોકલ્યા 
 
સંસદીય બોર્ડના નવા અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના ત્રણ વરિષ્ઠ નેતાઓને સંસદીય બોર્ડમાંથી કાઢીને માર્ગદર્શક મંડળમાં સ્થાન આપ્યુ છે. અટલ અડવાણી અને જોશી ઉપરાંત નરે
ન્દ્ર મોદી અને રાજનાથ સિંહ માર્ગદર્શક મંડળમાં રાખવામાં આવ્યા છે. અટલ પોતાના સ્વાસ્થ્યને કારણે સક્રિય રાજનીતિથી દૂર છે. જ્યારે કે અડવાણી અને જોશી સાંસદ છે. પાર્ટીમાં માર્ગદર્શક મંડળની રચના પહેલીવાર થઈ છે. 
 
સંસદીય બોર્ડમાં ત્રણ નવા સભ્ય 
 
પાર્ટીમાં સૌથી શક્તિશાળી સંસદીય બોર્ડમાં અધ્યક્ષ અમિત શાહ જેપી નડ્ડા અને શિવરાજ સિંહ ચૌહાણ નવા સભ્યના રૂપમાં જોડાય ગયા છે. 
 
જુના સભ્યોમાં રાજનાથ સિંહ, નરેન્દ્ર મોદી, અરુણ જેટલી સુષમા સ્વરાજ અનંત કુમાર, નિતિન ગડકરી વૈકૈય નાયડુ, થાવરચંદ ગહલોત અને રામલાલનો સમાવેશ છે. 
 
વડીલોનો ગુસ્સો ઠંડો કરવાનો પ્રયત્ન 
 
સૂત્ર બતાવે છે કે અડવાણી અને જોશીને એકદમથી બહાર કરવાથી નારાજગી ફેલાતી તેથી તેમને માર્ગદર્શક મંડળમાં રાખવામાં આવ્યા છે. પાર્ટી પોતાના યુવા નેતાઓને આગળ લાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ ક્રમમાં કેટલાક નવા ચેહરાને સંસદીય બોર્ડમાં શામેલ કરવામાં આવ્યા છે.  
 
ચાર નેતાઓને રાજ્યપાલનુ પદ 
 
નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી એનડીએ સરકારે ચાર રાજ્યોના ગવર્નરનુ એલાન કરી દેવામાં આવ્યુ છે. કલ્યાણ સિંહને રાજસ્થાન જ્યારે કે વજુભાઈવાળાને કર્ણાટકની જવાબદારી આપવામાં આવી છે.  વજુભાઈવાળા ગુજરાત વિધાનસભાના સ્પીકર છે. મહારાષ્ટ્રના ગવર્નર સી વિદ્યાસાગર રાવને બનાવાયા છે.  તેઓ આંધ્રપ્રદેશથી છે અને કેંરીય મંત્રી રહી ચુક્યા છે. બીજેપી મહિલા મોર્ચાની નેતા મૃદુલા સિન્હાને ગોવાના ગવર્નર બનાવાયા છે.