શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 25 નવેમ્બર 2014 (15:30 IST)

મોદી ગેમ ચેંજર સાબિત થઈ શકે :હિના રબ્બાની ખાર

પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી હિના રબ્બાની ખારે ઈન્ડિયા ટુડેની ગ્લોબલ રાઉંડ ટેબલ કોનફરંસમાં કહ્યું હતું કે ,ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગેમ ચેંજર સાબિત થઈ શકે છે. ભારતને મોદી પાસેથી ખૂબ અપેક્ષાઓ છે. 
 
પાકિસ્તાનના પૂર્વ વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ,તેણી ભારતની સેક્યુઅલર છાપને લઈને ખૂબ જ ચિંતિત છે. આ બીજેપી અંગે નહી પરંતુ પ્રધાનમંત્રી મોદી અંગે છે. ઉલ્લેખનીય છે કે મોદીના સાર્ક સંમ્મેલન પર ઈંડિયા ટુડેનું વિશેષ ગ્લોબલ રાઉંડ ટેબલ સમિટ મંગળવારથી શરૂ થયું છે.  
 
સાર્ક દેશોના પરસ્પર સંબંધો સહિત અનેક મુદ્દા પર બુદ્ધિજીવીઓ આ રાઉંડ ટેબલમાં ચર્ચા કરશે. તેમાં અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની અને હિના રબ્બાની ખાર સહિત ભારતના ઘણા વરિષ્ઠ નેતા અને વિચારકોનો સમાવેશ થાય છે.