શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 23 ઑગસ્ટ 2014 (12:42 IST)

મોદી સરકારનુ ફરમાન, મંત્રી મેટ્રો અને બસનો ઉપયોગ કરે

. મોદી સરકારે પોતાના મંત્રીઓ માટે એક ફરમાન રજૂ કર્યુ છે. જેમા બતાવાયુ છે કે બધા મંત્રી બસ અને મેટ્રોનો ઉપયોગ કરે. આનાથી મત્ર સમયની જ બચત નહી થાય પણ પર્યાવરણની રક્ષા પણ થશે. આ સમાચાર એક અંગ્રેજી પત્રએ આપ્યા છે. પત્ર મુજબ શહેરી વિકાસ મંત્રી વૈકૈયા નાયડુએ પોતાના બધા સહયોગીઓને કહ્યુ છે કે તેઓ યથાસંભવ મેટ્રો ટ્રેનની સેવા લે. તેમને આ વાત પોતાના ઓફિસરો અને સ્ટાફને પણ કરી. 
 
નાયડુએ તાજેતરમાં જ દિલ્હી મેટ્રો દ્વારા મુસાફરી કરી હતી. તેમણે જણાવ્યુ કે તાજેતરમાં મેં એયરપોર્ટથી દિલ્હી મેટ્રો દ્વારા મુસાફરી કરી ને આ ખૂબ જ આરામદાયક અને સમય બચાવનારી હતી. તેમણે કહ્યુ કે રોડ દ્વારા એયરપોર્ટ જવા આવવામા જે તણાવ હોય છે એ આ યાત્રામાં નથી હોતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પહેલા યુપીએ સરકાર દરમિયાન પેટ્રોલિયમ મંત્રી રહી ચુકેલા વીરપ્પા મોઈલીએ પણ આવી જ સલાહ પોતાના સહયોગીઓ તેમજ ઓફિસરોને આપી હતી.