શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રાંચી , શનિવાર, 30 ઑગસ્ટ 2014 (14:14 IST)

રાંચી લવ જેહાદ - રકીબુલે અધિકારીઓને યુવતીઓ સપ્લાય કરવાનુ કબુલ્યુ, અધિકારીઓના નામ ઉજાગર

રાંચી લવ જેહાદ મામલે ધીરે ધીરે જે ખુલાસાઓ થઈ રહ્યા છે તે ઘણા ચોંકાવનારા છે. પોલીસ પૂછપરછમાં રંજીત ઉર્ફ રકીબુલે અનેક ખુલાસાઓ કર્યા છે.  પોલીસને રંજીતે જણાવ્યુ કે તે અનેક સરકારી અધિકારીઓને અને ન્યાયપાલિકા સાથે સંકળાયેલ લોકોને છોકરીઓ સપ્લાય કરતો હતો. 
 
પૂછપરછમાં ર્ટંકીતે કહ્યુ કે તે અનેક દિવસોથી વેશ્યાગીરી કરી રહ્યો હતો. જેમા તે સરકારી અધિકારીઓને છોકરીઓ પહોંચાડતો હતો. રંજીતે પોલીસને ન્યાયપાલિકા અને પ્રશાસન સાથે સંકળાયેલ 36 અધિકારીઓના નામ પણ આપ્યા છે. 
 
રંજીતના આ ખુલાસાથી આ મામલો હાઈપ્રોફાઈલ બની ગયો છે. રંજીતે આપેલી જાણકારીના આધારે પોલીસ હવે તપાસ શરૂ કરશે અને લાગી રહ્યુ છે કે આ મામલે હવે અનેક મોટી હસ્તીયોના નામ જોડાય શકે છે. રંજીત ત્રણ દિવસના પોલીસ રિમાંડ પર છે અને તેની સાથે રાંચી પોલીસ પૂછપરછ કરી રહી છે. 
 
ઉલ્લેખનીય છે કે રાંચીની નેશનલ શૂટર તારા શાહદેવે પોતાના પતિ રંજીત ઉર્ફે રકીબુલ પર આરોપ લગાવ્યો હતો કે તેના પતિએ તેની સાથે પહેલા હિન્દુ જણાવી લગ્ન કર્યા પરંતુ લગ્ન પછી અમુક દિવસો બાદ તારા શાહદેવને ખબર પડી કે તેનો પતિ મુસલમાન છે. 
 
તારા શાહદેવનો આરોપ છે કે રકીબુલે તેને ધર્મ પરિવર્તન કરવાનું દબાણ કર્યુ હતુ. મામલો દાખલ થયા બાદ રંજીત ઉર્ફ રકીબુલ ફરાર થઈ ગયો હતો. જો કે ત્યારબાદ રાંચી પોલીસે તેને દિલ્હીથી ઝડપી લીધો હતો. 




વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.