શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શનિવાર, 25 ઑક્ટોબર 2014 (12:19 IST)

રેલ મંત્રી દેવગૌડાની મિલકતમાં 7.07 કરોડનો વધારો

એસોસિએશન અને ડેમોક્રેટિક રિફોમ્સ(એડીઆર)એ મંત્રીઓની સંપત્તિને લઈને તાજેતરમાં કરવામાં આવેલ અભ્યાસમાં કહ્યુ છે કે કેન્દ્રમાં મંત્રી બન્યા પછી સૌથી વધુ સંપત્તિ ગૌડાની વધી છે. તેમણે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની કુલ સંપત્તિ 9.88 કરોડ થવાની જાહેરાત કરી હતી જે હવે વધીને 20.35 કરોડ રૂપિયા થવાની જાહેરાત હતી જે હવે ઘટીને 13.65 કરોડ રૂપિયા રહી ગઈ છે. 
 
રાધાકૃષ્ણની સંપત્તિ લોકસભા ચૂંટણી દરમિયાન 4.09 કરોડ રૂપિયા હતી જે હવે વધીને 7.07 કરોડ રૂપિયા થઈ ગઈ છે. મોદી સરકાર મંત્રીઓમાં સૌથી વધુ સંપત્તિ મુકનારા અરુણ જેટલીની લોકસભા ચૂંટણી દરમિયાન કુલ મિલકત 113.02 કરોડ રૂપિયા હતી જે હવે વધીને 114.03 કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે કેન્દ્રીય મંત્રીઓમાં સૌથી શ્રીમંત બન્યા છે. તેનાથી વિપરિત વિદેશ મંત્રી સુષમા સ્વરાજે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાની સંપત્તિ 17.55 કરોડ રૂપિયા થવાની જાહેરાત કરી હતી જે હવે ઘટીને 13.65 કરોડ રૂપિયા રહી ગઈ છે. 
 
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધનની સંપત્તિ આ દરમિયાન 2.82 કરોડ રૂપિયાથી ઘટીને 1.54 કરોડ રૂપિયા રહી ગઈ. પંજાબથી શિરોમણિ અકાલી દળના પ્રતિનિધિત્વ કરનારી ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી હરસિમરન કૌર બાદલની કુલ સંપત્તિ 108.31 કરોડ રૂપિયા છે જ્યારે કે ખાદ્ય અને નાગરિક આપૂર્તિ મંત્રી રામ વિલાસ પાસવાનની કુલ સંપત્તિ 95.71 લાખ રૂપિયા છે.