શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 17 નવેમ્બર 2014 (16:34 IST)

લગ્‍ન સંબંધિત કાયદા મહિલાલક્ષી બનાવવા તરફ આયોજન

કેન્‍દ્ર સરકાર લગ્‍ન સાથે સંબંદિત કાયદાને મહિલાલક્ષી બનાવવા માટેની દિશામા આગળ વધી રહી છે. બંને પક્ષોને લગ્‍નની લાઇફમાં આવતી તકલીફને લઇને છુટાછેડાની અરજી દાખલ કરવાની જોગવાઇ ધરાવનાર બિલને સંસદમાં રજૂ કરવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. કાયદા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે મંત્રાલય દ્વારા લગ્‍ન કાયદા ( સુધાર) બિલ પર કેબિનેટનો મુસદ્દો તૈયાર કરી લેવામાં આવ્‍યો છે. આ મુસદ્દાની નોધને હવે મંત્રાલય વચ્‍ચે તેમના અભિપ્રાય  માટે મુકી દેવામાં આવશે. તમામના અભિપ્રાય મેળવી લેવામાં આવ્‍યા બાદ ભાવિ યોજના તૈયાર કરવામાં આવશે. આ સંબંધમાં પ્રતિક્રિયા મળ્‍યા બાદ કાયદા પ્રધાન ડીવી સદાનંદ ગૌડા આ પ્રસ્‍તાવને અંતિમ મંજૂરી અપાવવા માટે કેન્‍દ્રિય પ્રધાનમંડળની સામે આને રજૂ કરશે. મુસદ્દામાં કેટલીક મહત્‍વપૂર્ણ બાબતો રજૂ કરવામાં આવી છે. મુસદ્દા મુજબ લગ્‍નને લગતા કાયદામાં કેટલાક સુધારા સુચિત કરવામાં આવ્‍યા છે. લગ્‍ન અંગેના કાયદાને વધારે મહિલા લક્ષી બનાવી દેવામાં આવશે. આ મુસદ્દામાં છુટાછેડાના મામલે પતિની સંપત્તિમાંથી પત્‍નિ અને બાળકોને પુરતી વળતરની રકમનો સમાવેશ થાય છે. દેશભરમાં તાજેતરમાં છુટાછેડાના બનાવો વધી રહ્યા છે.