શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 27 સપ્ટેમ્બર 2014 (14:23 IST)

વડોદરામાં કોમી તોફાનોને વધુ હવા ન મળે તેથી ઈંટરનેટ સેવા બંધ કરવામાં આવી

છેલ્લા ત્રણ દિવસથી વડોદરામાં વણસી રહેલી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને આજરોજ શગેરના મોટા ભાગના ઈંટરનેટ સર્વિસ પ્રોવાઈડર દ્વ્રારા સેવા બંધ કરી દેવામાં આવી છે. ઈંટરનેટના માધ્યમ દ્વ્રારા ફેલાતી ખોટી અફવા રોકવા આવું પગલું ભરાયું હોવાનું જાણવા મળી રહ્યું છે. વડોદરામાં શરૂ થયેલા કોમી તોફાનોના મૂળમાં ઈંટરનેટ દ્વ્રારા ફેલાવવામાં આવેલી અફવા જવાબદાર હતી. ગુરૂવારે વડોદરામાં થયેલા તોફાનોમાં  ટોળાએ આતંક મચવાતા હોય તેમ 15 જેટલા વાહનોનો આગ ચાંપી દીધી હતી. 
 
બેકાબૂ બનેલા ટોળાને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયર ગેસના શેલ પણ છોડવા પડયા હતા. ફરીવાર ગઈકાલે ઘટના બનતા રાજ્યના ગૃહ સચિવ એક કે નંદા તાત્કાલિક વડોદરા આવી પહોંચ્યા હતા અને પરિસ્થિતિ અંગે જાત માહિતી મેળવી હતી. સંસ્કાર નગરીમાં ઈંટરનેટ સેવા બંદ કરતા યોવાઓ નોકરીયાતો અકળાઈ ઉઠયા હતા.