શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 28 જુલાઈ 2015 (16:24 IST)

વરસાદી આફત : અમદાવાદ 150 વૃક્ષો ધારાશાયી , અનેક કારો દબાઈ , ભોવા પડ્યા , ગોઠણ સમાં પાણી ભરાયા

અમદાવાદ ભારે પવન સાથે અમદાવાદમાં છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલ આ વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ વૃક્ષો પડી ગયાના બનાવો બન્યા હતા. અમદાવાદમાં ગત રાતથી સુસવાટાભર્યા પવનને કારણે 150 જેટલા ઝાડ પડી ગયા હોવાના બનાવો બન્યા છે. વૃક્ષો પડવાને કારણે અનેકા કાર પણ દબાઈ ગઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે. વરસાદ માટે ઉભા કરવામાં આવેલા કંટ્રોલરોમને પણ 45 જેટલા ઈમરજંસી કોલ મળ્યા હતા..
 
અમદાવાદમાં ગત રાતથી અત્યાર સુધીમાં એવરેક ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સતત વરસાદને કારને નીંચાણવાળા અનેક વિસ્તારોમાં ગોંઠણ સુધી પાણી ભરાયા લોકોની હાલત કફોડી થઈ હતી. 
 
મંગળવારે બપોર સુધી વરસાદ ચાલૂ રહેતા શાળા ઓફિસોમાં ઓછી હાજરી જોવા મળતી હતી.શહેર અમાં અનેક સોસાયટીમાં પાણી ભરાતા લોકોએ સવારથી જ ઘરમાં રહેવાનું મુનાસિબ માન્યું.