શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 2 માર્ચ 2015 (17:08 IST)

વિવાદિત નિવેદન પર CM મુફ્તી અડગ.. બોલ્યા મે કશુ ખોટુ નથી કહ્યુ

રવિવારે શપથ ગ્રહણ તરત પછી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મુફતી મોહમ્મદ સઈદે જે વિવાદિત નિવેદન આપ્યુ હતુ તેના પર સોમવારે લોકસભામાં ખૂબ હંગામો થયો. કેન્દ્ર સરકાર અને બીજેપીએ નિવેદન તરફથી હાથ ઉપર કરી લીધા.  પણ મુફતી પોતાના નિવેદન પર હજુ પણ કાયમ છે. ખાસ વાત એ છે કે આ મુદ્દા પર તેમને પોતાની સાંસદ પુત્રી મહેબૂબાનો પણ સાથ મળ્યોછે. 
 
મુફતીએ સોમવારે કહ્યુ કે મે કશુ ખોટુ નથી કહ્યુ અને કારણ વગર રાઈનો પર્વત બનાવવામાં આવી રહ્યોછે.  અનંતનાગથી સાંસદ અને તેમની પુત્રી મહેબૂબા મુફ્તીનુ પણ કહેવુછે કે તેમના પિતા ખોટુ નથી બોલી રહ્યા. રવિવારે શપથ ગ્રહણ સમારંભ પછી મુફ્તીએ હુર્રિયત આતંકવાદી સંગઠનો અનેસીમા પારના લોકોને વિધાનસભા ચૂંટણી માટે સારુ વાતાવરણ બનાવવાનો શ્રેય આપ્યો હતો.  તેમણે કહ્યુ હતુ  હુ ઓન રેકોર્ડ કહેવા માંગુ છુ અને મે પ્રધાનમંત્રીને કહ્યુ કે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે આપણે હુર્રિયત અને આતંકવાદી સંગઠનોને શ્રેય આપવો જોઈએ. મુફતીના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો હતો. 
 
ગૃહમંત્રી રાજનાથ સિંહે સદનમાં સફાઈ આપતા કહ્યુ કે બીજેપીને મુફ્તીના આ નિવેદન સાથે કોઈ લાગતુ વળગતુ નથી. રાજનાથ સિંહે કહ્યુ અમારી સરકાર અને બીજેપી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મુફ્તી મોહમ્મદ સઈદના આ નિવેદનથી ખુદને સંપૂર્ણ રીતે અલગ કરે છે. જેમા તેમણે વિધાનસભા ચૂંટણીમં નિર્વિધ્ન રૂપથી સંપન્ના થવાનુ શ્રેય પાકિસ્તાન અને હુર્રિયતને આપ્યુ છે.  હુ આ નિવેદન પ્રધાનમંત્રી સાથે ચર્ચા કર્યા પછી તેમની મંજુરી પછી આપી રહ્યો છુ.  તેમણે કહ્યુ કે જમ્મુ-કાશ્મીરમાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી કરાવવાનુ શ્રેય ચૂંટણી પંચ, સેના, અર્ધસૈનિક બળ અને રાજ્યોના લોકોને જાય છે. 
 
રાજનાથ અને તેમની પાર્ટીના નેતા ભલે કોઈ પણ સફાઈ આપે પણ મુફ્તીએ પોતાના નિવેદન પર અડગ રહીને સ્પષ્ટ કરી દીધુ છે કે આગળ તેમની રણનીતિ શુ રહેવાની છે.