શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2015 (11:12 IST)

શીના મર્ડર મિસ્ટ્રી - શીનાએ લખેલી ડાયરીમાં પોતાની માતાને ડાયન કહી

શીના હત્યાકાંડ મામલે પહેલી વખતે પોલીસના હાથમાં શીના બોરાની ડાયરી હાથ લાગી છે. જેમા તેણે પોતાની માતા અને પિતા અંગે ઘણી વાતો જણાવી છે. શીના 2003થી જ ડાયરી લખતી હતી. 
 
આ ડાયરીમાં શીનાએ લખ્યુ છે કે મને ખબર નથી કે મા મને યાદ કરે છે કે નહી પણ તે મારી માતા છે અને હુ તેને ખૂબ ચાહુ છુ. હેપ્પી બર્થડે ટુ મી.. પણ હુ ખુશ નથી. એવુ લાગે છે કે મારા જીવનમાં કશુ જ બચ્યુ નથી અને મારુ ભવિષ્ય અંધકારમય છે. મને લાગે છે કે મારી માતા મને નફરત કરે છે. તે માતા નથી પણ ડાયન છે. 
 
શીનાએ આ ડાયરીમાં પોતાના પિતા સિદ્ધાર્થ વિષે પણ લખ્યુ છે જેમા તે તેમને મળતી હતી અને તેમનો સંપર્ક રહેતો હતો. તેનો ઉલ્લેખ છે. તેમા તેણે લખ્યુ હતુ કે ડેડી હુ તમારાથી ખૂબ જ નારાજ છુ. તમે મને કેમ પત્ર લખતા નથી. હુ પણ ઘણા દિવસો પછી તમને પત્ર લખુ છુ પણ તમારે વિચાર કરવો જોઈએ કે હુ દસમાં ઘોરણમાં ભણુ છુ અને મને અભ્યાસમાંથી સમય જ મળતો નથી.  તમે મને કહ્યુ હતુ કે પહેલા અભ્યાસ પછી સ્ટાઈલ. તમારા કહેવાથી મે મારા નખ કાપ્યા છે. તમે મને ડિસેમ્બરમાં ગૌહાટીમાં મળજો. 
 
શીનાએ પોતાની જાતિ વિષે પણ પોતાના પિતાને પુછ્યુ હતુ. તેણે લખ્યુ છે કે હુ મારી જાતિ કંઈ જણાવુ. એક ફોર્મમાં મારી જાતિનો ઉલ્લેખ કરવાથી મને સ્કોલરશિપ મળી શકે છે.  ખર્ચાઓ વધી ગયા છે. તમે મારા મામા સાથે કેમ કામ કરવા માંગો છો.  તમે તમારુ કામ જાતે કેમ ચાલુ કરતા નથી.  નાના નાની તમારા વિશે ઘણુ બોલે છે. પણ હુ તેમની વાત નથી માનતી. નાના-નાની મા અને પીટરના લગ્નથી ખુશ છે પ્ણ મને તે યોગ્ય જણાતુ નથી.  મારા અંદર બહુ  વેદના છે અને આંસુ છે  તે ક્યારે કોની સામે નીકળશે તેની મને ખબર નથી. 
 
ડાયરીની આ વાતો કદાચ તે એસએસસીમાં હતી ત્યારની છે. ત્યારબાદ તે પોતાની માતા પાસે મુંબઈ આવી હતી અને રાહુલ સાથે તેની મુલાકાત થઈ હતી. જો કે આ વાતોનો ખુલાસો હજી થયો નથી પણ તે વાતો ઈન્દ્રાણી અને તેના સંબંધો પીટર અને તેના સંબંધો રાહુલ સાથેની તેની મૈત્રી પર પ્રકાશ પાડી  શકે છે. અને આ ડાયરી પોલીસ માટે ખૂબ જ મહત્વપુર્ણ બની શકે છે. કારણ કે તેમા શીનાએ અનેક વાતો લખી હશે જે પોલીસને હત્યાકાંડમાં મહત્વના પુરાવા પુરા પાડી શકે છે.