શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મુંબઈ. , શનિવાર, 3 ઑક્ટોબર 2015 (11:41 IST)

શીના વોરા હત્યાકાંડ - ઈન્દ્રાણીએ આત્મહત્યાની કોશિશ કરી, હાલત ગંભીર

શીના બોરા હત્યાકાંડમાં મુખ્ય આરોપી ઈદ્રાણી મુખર્જી અર્ધ બેહોશીની હાલતમાં છે અને તે આગામી ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે. આવતીકાલે તેને એક દવાનુ વધુ સેવન કરવાની શંકામાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જે. જે હોસ્પિટલના ડીન ટીપી લાહનેએ  આજે સવારે કહ્યુ ઈન્દ્રાણી અર્ધ બેહોશીની હાલતમાં છે.  તેની સારવાર ત્રણ દિવસ ચાલશે અને તેના પર નજર રાખવામાં આવશે. 
 
હોસ્પિટલના એક અન્ય ચિકિત્સકે કહ્યુ કે જરૂરી બ્લડ અને યૂરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. સીબીઆઈ અધિકારીઓને એક ટીમને પણ તેમની સ્થિતિની માહિતી આપી છે. ઈન્દ્રાણીને ગઈકાલે બપોર પછી ઓર્થર રોડ જેલથી બેહોશીની હાલતમાં જે.જે. હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. તેમણે કથિત રૂપે ખેંચ વિરોધી ગોળીઓનુ સેવન વધુ કરી લીધુ હતુ. 
 
લાહણેએ જણાવ્યુ કે ઈંદ્રાણીનું પેટ સાફ કરવામાં આવ્યુ અને એ જાણ લગાવવા માટે નમૂના ફોરેંસિક તપાસ માટે મોકલવામાં આવશે કે શુ તેમણે માદક પદાર્થનુ સેવન કર્યુ. એવી શંકા છે કે ઈન્દ્રાણી મંગળવારે ગુવાહાટીમાં થયેલ પોતાની માતાની મોતના સમાચાર સાંભળીને ટેંશનમાં આવી ગઈ. જે.જે. હોસ્પિટલના ડોક્ટરોએ જેલ રેકોર્ડ આપવામાં અવ્યો જેના દ્વારા જાણ થઈ કે ઈદ્રાણી 11 સપ્ટેમ્બરથી મિર્ગી રોધી દવા ખાઈ રહી હતી. આ ગોળીઓ તેમને એકસામટી ખાઈ લીધી તેમને અમારી પાસે બેહોશીની હાલતમાં લાવવામાં આવ્યા.  તેમને શ્વાસની તકલીફ છે.  હાલ તેઓ આઈસીયુમાં છે.  મીડિયા હસ્તી પીટર મુખર્જીની પત્ની ઈંદ્રાણીને તેમની પ્રથમ પતિની પુત્રી શીનાની હત્યાના આરોપમાં ખાર પોલીસે 25 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી.