શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 24 જુલાઈ 2014 (10:28 IST)

સાંસદોનો બચાવ કરવા આવ્યા શિવસેના ચીફ ઉદ્ધવ ઠાકરે, સીએમ ચૌહાણને બળજબરીપૂર્વક સંસદનું ભોજન ખવડાવવુ જોઈએ

રોજેદારને શિવસેના સાંસદ તરફથી બળજબરીપૂર્વક રોટલી ખવડાવવા બાબતે આજે પણ સાંસદમાં હંગામો થવાની શક્યતા છે. 
 
કોંગ્રેસ શિવસેના સાંસદોની હરકતને બહાને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરશે. બીજી બાજુ શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં એકવાર ફરી પોતાના સાંસદોનો બચાવ કર્યો. પાર્ટીએ અહી સુધી કહી નાખ્યુ કે મહારાષ્ટ્ર સદનનુ બેકાર ખાવાનુ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણને બળજબરીપૂર્વક ખવડાવવુ જોઈએ. 
 
કેટરિંગ સ્ટાફ સાથે ગેરવર્તણૂંક કરનારા શિવસેના સાંસદો પર અત્યાર સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. પરંતુ પરથી મહારાષ્ટ્ર સરકારને ખાવાની ક્વોલિટીની તપાસના આદેશ ચોક્કસ આપ્યા છે. મહારાષ્ટ્ર સદનમાં કૈટરિંગની જવાબદારી સાચવનાર IRCTC એ પણ બે સભ્યોની કમિટી બનાવી લીધી છે. આ કમિટિ ત્રણ દિવસની અંદર રેલવે બોર્ડને રિપોર્ટ સોંપશે.