શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :નવી દિલ્હી , શનિવાર, 23 ઑગસ્ટ 2014 (13:00 IST)

હવે આ રીતે જાણો ટ્રેન વેટિંગ ટિકિટ કંનફર્મેશન

.રેલ મુસાફરો માટે ખાસ સમાચાર છે. મુસાફરોને પોતાની ટ્રેન ટિકિટ કન્ફર્મ કરાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પણ હવે તેમને આ ઝંઝટમાંથી મુક્તિ મળવાની છે. એક વેબસાઈટ ડબલ્યુડબલ્યુ. કંફર્મટીકેટી.કોમ એ આનુ સમાધાન કાઢ્યુ છે. આ માધ્યમથી એન જાણી શકાશે કે વેટિંગ ટિકિટ કંફર્મ થશે કે નહી. વેબસાઈટ તમને મેલ કરીને સૂચિત કરે છે કે તમારા વેટિંગ ટિકિટના કંફર્મ થવાની શક્યતા કેટલી છે. 
 
આ ટિકિટ કંફર્મ થતા તમને સૂચના આપવામાં આવે છે. ટૂંક સમયમાં જ એંડ્રોયડ યુઝર્સ આ એપ્લિકેશનને પોતાના મોબાઈલ ફોન પર ડાઉનલોડ કરી શકે છે. આ એપ દરેક ટ્રેનના વેટિંગ લિસ્ટ ટિકિટના ઈતિહાસને જોતા ભવિષ્યવાણી કરે છે. આ એ રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે આ વર્તમનના અનુભવોને પણ સમેટતો જશે. રેલવે મુજબ આ એપને બે એંજીનિયર દિનેશ અને શ્રીપદે મળીને બનાવ્યુ છે.  તેમણે અનેક પ્રકારના એપ બનાવ્યા અને અંતમાં ટિકિટ કન્ફર્મેશન વિશે બતાવનારા આ એપને બનાવવામાં સફળ રહ્યા.