કરિયાવરની માંગથી મહિલાએ જીવન ટૂંકાવ્યુ

બનાસકાંઠા.| વેબ દુનિયા|

પાલનપુર જિલ્લાના મદના ગામમાં એક મહિલાએ પોતાના શરીરને આગ ચાંપીને આત્મહત્યા કરી લીધી છે. મહિલાના પિતાએ પોતાની પુત્રીના મૃત્યુ માટે તેની સાસુ અને સસરાને જવાબદાર ઠેરાવતા ફરિયાદ નોંધાવી છે.

પોલીસે જણાવ્યુ કે શુક્રવારે મોડી રાત્રે જ્યોત્સના પરમાર 24.એ પોતાને આગ ચાંપી દીધી હતી.

ત્યાર બાદ જ્યોત્સનાને સરકારી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. જ્યાં ગઈકાલે રાત્રે તેણે પોતાના છેલ્લા શ્વાસ લીધા. પીડિતના પિતા જગદિશ ચૌહાણે મદના પોલીસ સ્ટેશનમાં તેની સાસૂ અને સસરા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યુ છે કે જ્યોત્સનાને તેના પતિ મુકેશ અને સાસૂસસરા દ્વારા દહેજની માંગ કરવામાં આવતી હતી. જેના પગલે જ્યોત્સના તેના પિયર આવતી રહી હતી. પરંતુ તેના માતાપિતાએ તેને જબરદસ્તી તેને સાસરીમાં મોકલી દીધી હતી.જ્યાં તેણે પાંચ દિવસ પછી આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યુ કે તે આ અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે.


આ પણ વાંચો :