શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 17 જૂન 2016 (12:16 IST)

14 વર્ષની પીડીતાને ગર્ભપાત કરાવવાની છુટ

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રાજકોટની એક બળાત્કાર પીડિત કિશોરીને ગર્ભપાત કરાવવા માટેની મંજુરી આપી છે.  તેમજ પોલીસને  આ ગર્ભપાતની પ્રક્રિયા નિર્વિઘ્ને પાર પડે તેની તકેદારી રાખી સમગ્ર ગર્ભપાતની પ્રક્રિયાનો રિપોર્ટ કોર્ટમાં રજુ કરવા આદેશ કરાયો છે. મળતી માહિતી મુજબ, રાજકોટની એક ૧૪ વર્ષની કિશોરી થોડા સમય પહેલા બળાત્કારનો ભોગ બની હતી. આ બળાત્કાર દરમિયાન તેને ગર્ભ રહી ગયો હતો.

આ ૧૪ વર્ષની કિશોરીને અત્યારે ૧૨ સપ્તાહનો ગર્ભ હતો અને દરમિયાન તેની તબિયત પણ ખરાબ રહેતી હતી. ડોક્ટરના રિપોર્ટ મુજબ, આ કિશોરી હિમોગ્લોબિન અને લો બીપીની સમસ્યાથી પીડાતી હતી. જેના કારણે તેના પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની પુત્રીને ગર્ભપાતની મંજુરી આપવા માટે માંગ કરી હતી.આ અરજી પર આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન કોર્ટે કિશોરીના શારીરિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી તેમજ તેના ગર્ભના કારણે તેના અંગત જીવન પર કોઈ અસર ન પડે તે માટે કિશોરીને ગર્ભપાત કરાવવાની મંજુરી આપી છે. તેમજ પોલીસને આ સમગ્ર ગર્ભપાતની પ્રક્રિયા નિર્વિઘ્ને પુર્ણ થાય તેની તકેદારી રાખી આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયાનો રિપોર્ટ હાઈકોર્ટમાં રજુ કરવા આદેશ આપ્યો છે.  ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગુજરાત હાઈકોર્ટ એક બળાત્કાર પીડિતાને ગર્ભપાત માટે મંજુરી આપી ચુકી છે.