શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 20 ઑગસ્ટ 2015 (16:25 IST)

9 રાજકીય પક્ષોની નોંધણી

ચૂંટણીની ‘ભેંસ’ હજુ ભાગોળે છે ત્યાં ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો અને પોતાનું રાજકીય વર્ચસ્વ સાબીત કરવા ઈચ્છતા આગેવાનોના ઘરમાં ‘છાશ છાગોળે’ જેવો ધમધમાટ શ થઈ ગયો છે. મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોની ચૂંટણી ઓકટોબર માસમાં યોજાઈ તેવી સંભાવનાના પગલે નવા રાજકીય પક્ષોની સ્થાપ્નાની ગતિવિધિઓ એકાએક જોરદાર વધી રહી છે. ભાજપ-કોંગ્રેસ જેવા રાજકીય પક્ષોથી નારાજ થયેલા આગેવાનો અને જાહેર જીવનમાં છવાઈ જવા માટે અનેક નેતાઓ મેદાનમાં આવી ગયા છે અને નવી પાર્ટીની સ્થાપ્નાનો ધમધમાટ શ થઈ ગયો છે.
રાજ્ય ચૂંટણીપંચના ટોચના આધારભુત સુત્રોના જણાવ્યા મુજબ નવી પોલીટીકલ પાર્ટીની રચના માટે અત્યાર સુધીમાં 20 જેટલી અરજી મળી ચૂકી છે અને તે પૈકી ચાર પક્ષના રજિસ્ટ્રેશનની ગતિવિધિઓ અંતિમ તબકકામાં પહોંચી છે. જે 9 રાજકીય પક્ષોની નોંધણીની ગતિવિધિઓ કાનૂની રીતે અંતિમ તબકકામાં પહોંચી છે તેમાં કચ્છની ભારતીય જન હિત મંચના પક્ષનો સમાવેશ થાય છે. આદિપુર (કચ્છ)માં વોર્ડ નં.2ના પ્લોટ નં.245માં રહેતા પ્રેમભાઈ એસ.લાલવાણીએ ભારતીય જન હિત મંચની સ્થાપ્ના કરી છે. કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે તેની ઓફિસ દશર્વિવામાં આવી છે. નવા પક્ષની રચના માટે પ્રેમભાઈ લાલવાણીએ કરેલી અરજીના અનુસંધાને રાજ્ય ચૂંટણી આયોગે આ અરજી સામે કોઈ શખસ, સંસ્થા, સંઘ, મંડળ, રાજકીય પક્ષ, વ્યક્તિ કે જાહેર જનતાને કોઈને વાંધા સુચન હોય તો નોટિસ પ્રસિધ્ધ થયાના 30 દિવસમાં એટલે કે તા.6 ઓગસ્ટથી એક મહિનાની સમય મયર્દિામાં ચૂંટણી પંચને પહોંચાડવા જણાવાયું છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, પ્રેમભાઈ લાલવાણી ઘણા વર્ષોથી જાહેર જીવનમાં છે અને ભાજપ સાથે ભુતકાળમાં સંકળાયેલા હતાં. તેમના નેજા હેઠળ રાજકીય પક્ષની સ્થાપ્ના કરાતા કચ્છમાં આ બાબત ભારે ચચર્નિો વિષય બન્યો છે.

સાબરકાંઠાના જિલ્લાના વિજયનગર ખાતે રહેતા ઈશ્ર્વરભાઈ સકરાજી પટેલે પણ આમ જનતા અધિકાર પાર્ટીની નોંધણી માટે ચૂંટણી આયોગમાં અરજી કરી છે અને તેના સંદર્ભે પણ 30 દિવસની સમય મયર્દિામાં આયોગ દ્વારા વાંધા સુચનો મંગાવવામાં આવ્યા છે. આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગર જિલ્લામાં રહેતા ડો.દિનેશભાઈ શનાભાઈ પટેલે નવીન ભારત નિમર્ણિ મંચ નામની પોલીટીકલ પાર્ટીની સ્થાપ્ના કરી છે. આ પાર્ટીની રચના સામે પણ વાંધા સુચનો મંગાવવામાં આવ્યા હતાં પરંતુ નિયત સમય મયર્દિામાં કોઈ વાંધા નહીં આવતા નવીન ભારત નિમર્ણિ મંચને નોંધાયેલા અમાન્ય પક્ષ તરીકે રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે.
આવી જ રીતે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રાછવા ગામે રહેતા નવલસિંહ મુળાભાઈ પસાયાએ રાષ્ટ્રીય નાગરિક હકક પાર્ટીની રચના કરી છે. નોંધાયેલા અમાન્ય પક્ષ તરીકે આ પાર્ટીનું રજિસ્ટ્રેશન થઈ ચૂકયું છે તેટલું જ નહીં તેને પક્ષના સીમ્બોલ તરીકે ‘દફતર’ ફાળવવામાં આવેલ છે.

આ ઉપરાંત અમદાવાદમાં રહેતા દ્રદત્તસિંહ વનરાજસિંહ ઝાલાએ રાષ્ટ્ર વિકાસ ઝુંબેશ પાર્ટીની સ્થાપ્ના માટે વિધિવત અરજી ચૂંટણી પંચમાં કરી છે અને આ અરજી પરત્વે કોઈને વાંધો હોય તો 30 દિવસમાં રજૂ કરવા ચૂંટણી પંચે જણાવ્યું છે. રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટીનું સત્તાવાર સરનામુ મહેસાણામાં મોઢેરા ક્રોસ રોડ નજીક આવેલ એપોલો એન્કલેવ દશર્વિવામાં આવ્યું છે.
ભચ જિલ્લાના જગડીયા તાલુકાના માલજીપુરા ખાતે રહેતા છોટુભાઈ અમરસીંગ વસાવાએ જનતાદળ (યુનાઈટેડ)ના રજિસ્ટ્રેશન માટે ચૂંટણી પંચને અરજી કરી છે અને તેમાં પક્ષના કાયર્લિયનું સરનામુ માલજીપુરાનું દશર્વિાયું છે. આ ઉપરાંત સુરત ખાતે રહેતા દિવ્યેશભાઈ મનુભાઈ ચાવડાએ ગુજરાત જન ચેતના પાર્ટીની રચના કરી છે અને તેની ચૂંટણી પંચમાં નોંધણી માટે કરેલી અરજી તેના અંતિમ તબકકામાં હોવાનું જાણવા મળે છે.

અમદાવાદ ખાતે બાપુનગર વિસ્તારમાં રહેતા ડો.નારણભાઈ તુલશીદાસ સેંગલએ બહજન સુરક્ષા દળની રચના કરી છે. આ પક્ષના રજિસ્ટ્રેશન માટે ચૂંટણી પંચે 30 દિવસની સમય મયર્દિા આપી વાંધા સુચન મંગાવ્યા છે.

ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રહેતા એડવોકેટ પંકજકુમાર હરિલાલ બ્રહ્મભટ્ટે ભારતીય રાષ્ટ્રવાદી પક્ષની નોંધણી માટે અરજી કરી છે. તા.5-8ના રોજ ચૂંટણી પંચે આ સંદર્ભે નોટિસ ઈસ્યુ કરી 30 દિવસની સમયમયર્દિામાં વાંધા સુચનો મંગાવ્યા છે.
લોકસભા કે ધારાસભાની ચૂંટણીમાં કોંગ્રેસ, ભાજપ જેવા રાજકીય પક્ષોની મહદઅંશે બોલબાલા રહેતી હોય છે પરંતુ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં જે તે વિસ્તારના સ્થાનીક પક્ષો કોઈપણ ઉમેદવાર કે રાજકીય પક્ષોના જય-પરાજય માટે નિમિત બનતા હોય છે. કોંગ્રેસ કે ભાજપ જેવા પક્ષથી નારાજ મતદારો ઘણી વખત આવા લોકલ પક્ષોને સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં સત્તાના સિંહાસન સુધી દોરી જતાં હોય છે. આગામી દિવસોમાં યોજાનારી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં આવા સ્થાનીક પક્ષોની ભૂમિકા કેવી રહેશે ? તે બાબતનો જવાબ તો ચૂંટણીના સમયગાળા દરમિયાન કેવો રાજકીય માહોલ સર્જાય છે તેના પર નિર્ભર રહે છે.
રાજ્ય ચૂંટણી આયોગના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં કુલ 29 પક્ષો આયોગના ચોપડે નોંધાયેલા છે. નવા ચારનો તેમા ઉમેરો થતાં રાજકીય પક્ષોની સંખ્યા 33ની થઈ છે. હજુ 10થી વધુ અરજીઓ પાઈપલાઈનમાં હોવાથી ચૂંટણી જાહેર થાય તે પહેલા પોલીટીકલ પાર્ટીની સંખ્યા 40 જેટલી થઈ જવાની સંભાવના નકારાતી નથી.

હાલ જે 29 રાજકીય પક્ષો ચૂંટણી આયોગના ચોપડે નોંધાયેલા છે તેમાં ભારતીય જન હિત મંચ, બહજન સુરક્ષા દળ, નવીન ભારત નિમર્ણિ મંચ, ગુજરાત જન ચેતના પાર્ટી, આમ જનતા અધિકાર પાર્ટી, જાગતે રહો, રાષ્ટ્રીય હિત કોંગ્રેસ પાર્ટી, જનતા દળ (યુ), રાષ્ટ્રીય વિકાસ ઝુંબેશ પાર્ટી, રાષ્ટ્રીય નાગરિક હકક પાર્ટી, યુવા જાગૃતિ દળ, રાષ્ટ્રવાદી લોકશક્તિ પાર્ટી, સરદાર વલ્લભભાઈ પાર્ટી, ગુજરાત પરિષદ પાર્ટી, યુવા સરકાર, રાષ્ટ્રીય કોમી એકતા પાર્ટી, લોકતાંત્રિક રાષ્ટ્રવાદી પાર્ટી, આદિવાસી સેના પાર્ટી, ઈન્ડીયન પબ્લીક પાર્ટી સહિતના પક્ષોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત માન્ય રાજકીય પક્ષો તરીકે ભાજપ, કોંગ્રેસ, બસપા, જનતા દળ (યુ), ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) ચૂંટણીપંચના ચોપડે નોંધાયેલા છે.