શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: બુધવાર, 20 ઑગસ્ટ 2014 (18:26 IST)

AAPની પીછેહટ, ગુજરાતમાં પેટાચૂંટણી નહીં લડે

ગુજરાતમાં નવ વિધાનસભાની અને એક લોકસભાની બેઠક માટે પેટાચૂંટણી યોજાવાની છે એમાં આમ આદમી પાર્ટી (AAP) એના ઉમેદવારો ઊભા નહીં રાખે. ગુજરાતમાં AAP દ્વારા પહેલાં સંગઠન મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે અને ગુજરાતમાં નવેસરથી સંગઠન ઊભું કરવા ‘મિશન વિસ્તાર’ના નામથી કવાયત હાથ ધરી છે.

AAP ગુજરાતના કન્વીનર સુખદેવ પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં AAP પેટાચૂંટણી નહીં લડે એવો પાર્ટીની નૅશનલ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં નર્ણિય લેવામાં આવ્યો હતો એટલે ગુજરાતમાં નવ વિધાનસભા અને એક લોકસભાની પેટાચૂંટણી નહીં લડે, પરંતુ ગુજરાતમાં નવેસરથી સંગઠન ઊભું કરવા ‘મિશન વિસ્તાર’ના નામથી કવાયત હાથ ધરી છે.ગુજરાતમાં AAP દ્વારા દરેક જિલ્લા, કૉર્પોરેશન વિસ્તારમાં સ્થાનિક કાર્યકરો સાથે બેઠક યોજીને પોલિંગ બૂથથી સંગઠનની નવી રચના કરવા કવાયત કરવામાં આવી રહી છે. પાર્ટી ગુજરાતમાં વૉર્ડ, જિલ્લા લેવલથી લઈને રાજ્યકક્ષા સુધીની નવી સમિતિઓની રચના કરશે અને અગામી ૬ મહિનામાં આ અભિયાન પૂરું કરવામાં આવશે