શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 20 સપ્ટેમ્બર 2016 (14:06 IST)

હાફિઝ સઈદનું માથુ વાઢનારને 5 કરોડનું ઈનામ

છત્તીસગઢ ઈઝ કમિટીના પૂર્વ અધ્યક્ષ ડો. સલીમ રાજે ઉરીમાં સૈન્ય કૈપ પર થયેલ હુમલો અને કાશ્મીરમાં સતત ભારત વિરોધી ગતિવિધિઓથી આહત થઈને પાકિસ્તાની આતંકી હાફીઝ સઈદનુ માથુ કલમ કરનારને 5 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. 
 
શહીદ થયેલ જવાનોના પરિવારો પાસેથી એકત્ર કરશે રકમ 
 
ડો. રાજએ કહ્યુ કે આ રકમને તેઓ ભારતીય મુસલમાનો અને સેનામા શહીદ થયેલા જવાનોના પરિવાર તરફથી એકત્ર કરશે અને જો રકમ ઓછી પડી તો પોતાનુ ઘર અને અન્ય પ્રોપર્ટી વેચીને માથુ કલમ કરનારને પ્રદાન કરશે.  તેમણે કહ્યુ કે ઘર અને પ્રોપર્ટી દેશના સન્માનથી વધુ નથી.