શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગાંધીનગરઃ , શનિવાર, 4 જુલાઈ 2015 (14:34 IST)

ઓક્ટોબર માસના પ્રથમ બે સપ્તાહમાં કોપોરેશનની ચૂટણી

સીમાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. આગામી ઓક્ટોબર માસના પ્રથમ બે સપ્તાહ એટલે કે ૧૫ ઓક્ટોબર પહેલા ચૂંટણી યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અને જૂનાગઢને બાદ કરતાં છ મહાનગરપાલિકા ઉપરાંત ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને િજલ્લા પંચાયતની  ચૂંટણી ઓક્ટોબર માસમાં યોજાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહિત અન્ય પાંચ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરત, વડોદરા, જામનગર, ભાવનગરની અવધિ ૩૦ ઓક્ટોબર પહેલા સમાપ્ત થાય છે. ૩૦મી ઓક્ટોબર પહેલા કોર્પોરેશનની બોડી બની જવી જરૂરી છે. જો ૧૫મી ઓક્ટોબર સુધીમાં ચૂંટણીઓ યોજાઈ જાય તો ચૂંટણીપંચની ૫ વર્ષની ટર્મ પૂરી થાય તે એટલે કે નવી બોડીની રચના સમયમર્યાદામાં થાય તે માટે ચૂંટણીપંચ કાર્યક્રમ આપે છે તેના આધારે પરિણામો જાહેર થાય અને બહુમતીના આધારે સત્તાની પ્રક્રિયા અંગેની કાર્યવાહી હાથ ધરાય.

જો સમયમર્યાદામાં નવી બોડીની રચના ન થાય તો જે તે વચ્ચેના ગેપ દરમિયાન વહીવટદારની નિમણૂક કરવી પડે. આવી જરૂરિયાત ન ઊભી થાય તેના માટે ૧૫ ઓક્ટોબર સુધીમાં ચૂંટણીઓ યોજાય અને સંપન્ન થાય તો આગળની કાર્યવાહી સરળતાપૂર્વક સમયમર્યાદામાં સમયસર પૂર્ણ થાય. આથી આધારભૂત સૂત્રો જણાવે છે કે ૧૫ ઓકટોબર પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ જશે.

ચિંતન શિબિર પૂર્ણ થતાંની સાથે જ સત્તાધારી પક્ષ ભાજપ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરશે. જ્યારે કોંગ્રેસનાં સૂત્રો જણાવે છે કે ૧૫ ઓક્ટોબર પહેલા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. ગુજરાતમાં યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ‘ગુજરાત મોડલ’ તરીકે અન્ય રાજ્યોમાં અપનાવવાની દિશામાં પરખ થઈ રહી છે. ગુજરાતમાં પહેલીવાર આગામી ચૂંટણીઓમાં ફરજિયાત મતદાનનો કાયદો અમલી બનશે જેનું નોટિફિકેશન આગામી સપ્તાહે જાહેર થવાની શક્યતા છે.

રાજ્યની તમામ મહાનગરપાલિકાના વોર્ડ દીઠ બે વધારાના ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવશે. જેમાં એક અધિકારી ફરજિયાત મતદાન  અંગેની કામગીરી સંભાળશે અને બીજા અધિકારી ચૂંટણીલક્ષી કામગીરી સંભાળશે. જ્યારે િજલ્લાદીઠ વધારાના એક અધિકારીની નિમણૂક કરવામાં આવશે.

આગામી ચૂંટણીઓને ધ્યાને લઈને ચૂંટણી કાર્યક્રમ જાહેર થાય તે પહેલાં હજુ એક છેલ્લો તબક્કો મતદાન સુધારણા યાદી કાર્યક્રમનો યોજાશે. જેથી મતદાતાઓ તેમના ઈલેકશન કાર્ડને લગતી તમામ ક્ષતિઓ દૂર કરી મતદાન કરી શકે.

આવનારી ચૂંટણીઓમાં ફરજિયાત મતદાન અમલી હોઈને મતદાન ક્ષેત્રો ઉપર જનસંખ્યા વધુ રહેવાની પણ જેમણે મતદાન માટે લાઈનમાં ન ઊભા રહેવું હોય અને સમય બચાવવો હોય તે મતદાતા બપોરના ૩ વાગ્યા સુધીનો તેનો મતદાન માટેને સમય ઓનલાઈન રજિસ્ટર્ડ કરાવી શકશે. જેથી તેને લાઈનમાં ઊભા રહ્યા વગર નિયમ કરેલા સમયે મતદાન કરવાનો લાભ અપાશે.

આગામી ચૂંટણીઓના ૫ ટકા મહિલા અનામતના કારણે ચાર ચાર મત આપવાના થતા હોઈને ઈલેક્ટ્રોનિકસ વોટિંગ મશીનમાં ફેરફાર કરવામાં આવશે. એટલું જ ફજરિયાત મતદાનના પગલે મતદાન કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરાશે. આગામી મહાનગર પાલિકાઓની ચૂંટણીમાં પહેલીવાર ૫૦ ટકા મહિલા અનામત અમલી બનતા વોર્ડદીઠ ત્રણના બદલે ચાર કોર્પોરેટર ચૂંટાશે જે પૈકી બે મહિલા અને બે પુરુષ કોર્પોરેટ હશે.