શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 17 ડિસેમ્બર 2016 (11:05 IST)

પેટ્રોલ ડિઝલના ભાવ ઉચ્ચતમ સ્તર પર

તેલ વિતરણ કંપનીઓએ આજે અડધી રાતથી પેટ્રોલની કિમંતમાં 2.21 રૂપિયા અને ડીઝલના ભાવમા 1.79 રૂપિયા પ્રતિ લીટરની વૃદ્ધિની જાહેરાત કરી છે. તેનાથી દિલ્હીમાં વૈટ સહિત પેટ્રોલ 2.84 રૂપિયા અને ડિઝલ 2.11 રૂપિયા પ્રતિ લીટર મોધુ થઈ જશે.  આ રીતે આજ સુધી રાત પછી દિલ્હીમાં પેટ્રોલ 66.10 રૂપિયા પ્રતિ લીટરને બદલે 68.94 રૂપિયા પ્રતિ લીટર મળશે. 
 
બીજી બાજુ ડીઝલની કિમંત 54.57 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 56.68 રૂપિયા પ્રતિ લીટર પહોંચી જશે. આ પેટ્રોલને ઓગસ્ટ 2014 પછી ઉચ્ચતમ સ્તર છે. એ સમયે આંતરરાષ્ટીય બજારમાં કાચા તેલનુ માનક બ્રેંટ ક્રૂડની સરેરાશ કિમંત 75 ડોલર પ્રતિ બૈરલ રહી હતી. હાલ બ્રેંટ ક્રૂડ 54થી 55 ડોલર પ્રતિ બૈરલની વચ્ચે છે.