1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 જાન્યુઆરી 2017 (13:22 IST)

વિધાનસભાની ચૂંટણીમાં નોટબંધી નડવાનો ભાજપને ડર, સાંસદ, ધારાસભ્યને નોટબંધીની અસર જાણવા આદેશ કરાયો

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નોટબંધી ભાજપની જીતમાં રોડા સમાન સાબિત થઇ શકે છે. ખુદ ભાજપને જ આ ચિંતા સતાવી રહી છે એટલે જ ભાજપે સાંસદ,ધારાસભ્ય અને હોદ્દેદારોને શહેરો-ગ્રામ્ય વિસ્તારમાં નોટબંધીની કેવી અસર છે તે જાણવા સૂચના આપી દીધી છે. પ્રદેશ ભાજપના નેતાઓએ એવી ભીતિ વ્યક્ત કરી છેકે, નોટબંધીને લીધે વિધાનસભાની ચૂંટણીમાં પંચાયતવાળી થઇ શકે છે. પક્ષ પોતે પણ પોતાની રીતે નોટબંધીના મુદ્દે સર્વેક્ષણ કરાવશે.

સૂત્રોના મતે, નોટબંધીને લીધે ભાજપ ભલે ડીજીટલ ઇન્ડિયાની વાતો કરે પણ વાસ્તવમાં શહેરો કરતાં ગામડામાં આજેય લોકોની કફોડી સ્થિતી છે. બેન્કોને તાળાબંધી કરવી, ટ્રાફિક ચક્કાજામ કરવો, બેન્કના સ્ટાફ સાથે ઘર્ષણ થવું એ ગામડાઓમાં સામાન્ય વાત બની છે. બેન્કોમાંથી પુરતા નાણાં મળતા નથી તે મુદ્દ નાના વેપારીથી માંડીને ખેડૂતો,પશુ પાલકો ભાજપની ભારે નારાજ છે.આ કારણોસર ખુદ ભાજપના નેતાઓ જ કહી રહ્યાં છેકે, નોટબંધી કદાચ ભાજપને પુઃન ગાંધીનગરની સત્તા સુધી પહોંચવામાં અવરોધ સર્જી શકે છે. ઉલ્લેખનીય છેકે, કમલમની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના કાર્યકરોને કેશલેસના પ્રચાર માટે સૂચના આપી હતી. કાર્યકરોએ પ્રચાર કર્યો પણ ગ્રામ્ય પ્રજા આજેય કેસલેશથી નારાજ છે. મોબાઇલ એપ્સ, ડેબિટ કાર્ડ સહિત કેસલેશ યોજના ગામડાના લોકોને ગળે ઉતરતી જ નથી .
શહેરો કરતાં ગામડાઓમાં ભાજપ માટે કફોડી સ્થિતી બની છે ત્યારે ભાજપે સાંસદો,ધારાસભ્યો અને હોદ્દેદારોને ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં રહીને નોટબંધી વિશે લોકોનું શું માનવું છે . લોકોના અભિપ્રાય જાણીને અહેવાલ મોકલવા સૂચના આપી દેવાઇ છે. પ્રદેશ કારોબારીમાં પણ આ જ મુદ્દે હોદ્દેદારોને ગામડાઓમાં જઇને કેસલેશના ફાયદા સહિત કેન્દ્ર-રાજ્ય સરકારની સિધ્ધીનો પ્રચાર પ્રસાર કરવા માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ . આમ, ડીજીટલ ઇન્ડિયા જ ભાજપને નડી શકે છે તેમ ખુદ ભાજપના નેતા જ નહી, આમ કાર્યકર પણ સ્વિકારી રહ્યો છે.