શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: ગુરુવાર, 24 નવેમ્બર 2016 (14:56 IST)

વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં ૫૦૦ દુભાષિયા વિદેશી ડેલિગેટોની ભાષાની મુશ્કેલી દૂર કરશે

મહાત્મા મંદિરમાં દેશવિદેશના મહેમાનો માટે ગુજરાતનું આતિથ્ય માણવા મણે તેવી શાનદાર મહેમાનનવાજી કરવામાં આવશે. મહેમાનોના ટેબલ પર કોફી મગ મૂકવામાં આવશે તેના પર પણ વાયબ્રન્ટ ગુજરાતનો લોગો પ્રિન્ટ કરવામાં આવશે. આશરે એક હજાર કોફી મગને પ્રિન્ટ કરવા ઇન્ડેક્સ્ટ-બી ખાનગી એજન્સીને ઓર્ડર આપશે. તેના પણ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ની પૂરજોરમાં તૈયારીઓ ચાલી રહી છે. વાયબ્રન્ટ ગુજરાતમાં વિદેશથી આવનારા સીઇઓ,ડેલિગેટોને ભાષાની મુશ્કેલી ન સર્જાય તે માટે ૫૦૦ દુભાષિયા હાજર રાખવામાં આવશે. સૌ પ્રથમવાર ઇન્ટેક્સ્ટ-બીએ ઇન્ટરપ્રિટર માટે ટેન્ડરો બહાર પાડયાં છે. વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૭ જાન્યુઆરીમાં પાટનગર ગાંધીનગરમાં યોજવામાં આવશે જેની તૈયારીઓનો ધમધમાટ શરૃ થઇ ચૂક્યો છે. મુખ્યમંત્રી ઉદ્યોગપતિઓ સાથે મળી રહ્યાં છે. રોડ શો સહિતના કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.વાયબ્રન્ટ ગ્લોબલ સમિટમાં આ વખતે વિદેશથી ૨ હજાર ડેલિગેટ, સીઇઓ, ઓપિનિયન મેકર, પોલીસી મેકર, રાજકીય નેતાઓ આવવાનાં છે. વિદેશી નિષ્ણાતો મહાત્મા મદિરમાં વિવિધ વિષયો પર વકતવ્ય પણ આપશે. ભાષાને લીધે વક્તા અને શ્રોતા વચ્ચે મૂંઝવણ ઉભી થાય છે પરિણામે આ વખતે હોલમાં વિવિધ ભાષાના જાણકાર દુભાષિયા આ મુશ્કેલીને દૂર કરશે. આ ઉપરાંત વિદેશી મહેમાનોને પણ ભાષાની મુશ્કેલી નહી નડે.ઇન્ડકેસ્ટ-બીએ એજન્સીઓ પાસે ઇન્ટરપ્રિટર ડિમાન્ડ કરી છે તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. ચાઇનીઝ, સ્પેનિશ, પોલીસ , જર્મન, જાપાનિઝ, ડચ,રશિયન, કોરિયન જેવી ભાષાના જાણકારોને વાયબ્રન્ટ ગુજરાતમાં હાજર રાખવામાં આવશે. હોલમાં જ નહીં, બી ટુ બી મિટિંગમાં પણ ટેકનોલોજીથી સજજ સાધનો રાખવામાં આવશે જેથી ભાષાના મુશ્કેલી નડશે નહીં. દુભાષિયા માટે પણ લાખો રૃપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.