Widgets Magazine
Widgets Magazine

પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છનાં ધોરડો-સફેદ રણ ખાતે મુખ્યમંત્રીનાં હસ્તે રણોત્સવનો દબદબાભેર શુભારંભ

બુધવાર, 14 ડિસેમ્બર 2016 (14:31 IST)

Widgets Magazine
modi in gujarat


  રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજરોજ  વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા કચ્છનાં ખાતે રણોત્સવ-૨૦૧૬ નો દબદબાભેર શુભારંભ કરાવ્યો હતો. વિજયભાઇ રૂપાણીએ રણોત્સવનો પ્રારંભ કરાવ્યા બાદ બોર્ડર એરીયા ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ધોરડો ખાતે રૂા. ૬૨ લાખનાં ખર્ચે નીમાર્ણ પામેલ અધતન ભુંગાનું લોકાર્પણ કર્યુ હતુ અને રૂા. ૧.૪૦ કરોડનાં ખર્ચે તૈયાર થનાર ૨૦ ભુંગાનું ખાત મુહુર્ત કર્યુ હતું આ ૨૦ પૈકી ૧૦ ભુંગા ઘોરડો ખાતે અને ૧૦ ભુંગા ગોરવલી ખાતે બનશે જેથી પ્રવાસીઓની સુવિધામાં વધારો થશે અને સ્થાનિકક્ષેત્રે પ્રવાસન અંતર્ગત રોજગારીમાં પણ વધારો થશે કચ્છને કુદરતે અફાટ સૌદર્ય આપ્યુ છે અને એટલે જ આજે દેશ વિદેશનાં  પ્રવાસીઓ આકર્ષિત થઇને તેને માણવા આવે છે અને તેમા ઉતરોતર વધારો થઇ રહયો ધોરડો-સફેદ રણ ખાતે  મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ પ્રવાસીઓ માટે આકર્ષણરુપ બનાવેલ  વિવિધ સુવિધાઓનું પણ નિદર્શન કર્યુ હતું. જેમાં વિવિધ પ્રકારનાં ભુંગા, થીમ પેવેલીયન, કલબ હાઉસ વગેરેનો સમાવેશ થાય  છે આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉંટ ગાડી અને ગોલ્ફ કાર્ટમાં બેસીને રણોત્સવનો આનંદ ઉઠાવ્યો હતો  તેમની સાથે તેમના પત્નિ શ્રીમતિ અંજલીબેન રૂપાણી અને અન્ય મહાનુભાવો પણ સહભાગી બન્યા હતાં કચ્છને ત્રિવિધ પ્રાકૃતિક સંપદા મળી છે, એટલું જ નહી, અહીંના રણની વિશેષતા એ છે કે અહીં દુનિયાનું એક માત્ર સફેદ રણ આવેલ છે. રાજય સરકારની પ્રવાસન પ્રોત્સાહક નીતિને કારણે આજે તો હવે આ સફેદ રણ વ્હાઇટ ડેઝર્ટસફારીનું વર્લ્ડ ફેમસ ડેસ્ટિનેશન બની ગયુ છે    
    

rannutsav


બનાસકાંઠાના સૂઇ ગામ પાસે સરહદ દર્શનની સુવિધા ઉભી કરાશે, અમરેલીના આંબરડી ખાતે લાયન સફારી પાર્ક ટૂંક સમયમાં આકાર લેશે . 
ranutsav

કચ્છની જગવિખ્યાત શ્વેત મરુભૂમિ, સફેદ રણમાં ૧૧૦ દિવસ સુધી ચાલનારા રણોત્સવનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાનદાર પ્રારંભ કરાવ્યો હતો અને ગુજરાત પ્રવાસન વિભાગ, યુવક અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજવામાં આવેલા વિવિધ કાર્યક્રમમાં તેઓ સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ કચ્છનું સફેદ રણ ગુજરાતની બ્રાંડ બની ગયો હોવાનું કહ્યું હતું. ગુજરાત રાજ્યમાં આવેલા વિવિધ પ્રવાસન સ્થળોના વિકાસની વિભાવના સ્પષ્ટ કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ ભૌગોલિક તથા નૈસર્ગિક વિશેષતા ધરાવતા સ્થળોનો પણ વિકાસ કરવામાં આવી રહ્યો છે.
ran utsav
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત ન્યુઝ સમાચાર

news

ડિજિટલ પેમેન્ટ કરનારા લોકો પેટ્રોલ પંપ પર લૂંટાઇ રહયા છે,રૂ. 0.75ના ડિસ્કાઉન્ટ કરતા ટ્રાન્ઝેકશન ચાર્જ તગડો

૩૧ ડિસેમ્બર સુધી કાર્ડથી પેમેન્ટ કરવામ પણ કોઇ ટ્રાન્ઝેકશન ચાર્જ નહી લાગે તેવી સરકારની ...

news

નોટબંધીને લીધે મહિલાઓની કિટીપાર્ટીઓ બંધ થઇ ગઇ

નોટબંધીને લીધે ખાસ કરીને મહિલાઓએ બચતના નાણાંથી કરાતાં ખર્ચમાં ય કાપ મૂકી દીધો છે. ...

news

ઘણી બધી રજાઓ લઈને આવી રહ્યુ છે 2017, જુઓ આ કેલેંડર

આવતા વર્ષે જાન્યુઆરીમાં ત્રણથી પાંચ જાન્યુઆરી સુધી ગુરૂ ગોવિંદ સિંહના 350ના પ્રકાશોત્સવ ...

news

Blackmoney - દિલ્હીની હોટલ 'તક્ષ ઈન' માંથી સવા ત્રણ કરોડના કાળાનાણા જપ્ત

દિલ્હીની એક હોટલમાંથી મોટા પ્રમાણમાં બ્લેકમીન જપ્ત થઈ છે. સવા ત્રણ કરોડની રકમ કરોલ બાગની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine