શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શનિવાર, 3 સપ્ટેમ્બર 2016 (14:23 IST)

જૈન અગ્રણીઓએ 1100 ગાયો દત્તક લઈને જુદી જુદી પાંજરાપોળમાં ફાળવી દીઘી

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા ઢોર પકડવાની ચાલી રહેલી ઝુંબેશ દરમિયાન પકડવામાં આવેલી 135૦ જેટલી ગાયો પૈકી 11૦૦ ગાયો શહેરની પાંજરાપોળ સંસ્થાઓએ દત્તક લઈને તેની આજીવન સેવા માટે જુદા જુદા પાંજરાપોળમાં વ્યવસ્થા ગોઠવી દીધી છે જ્યારે બાકીની 25૦ ગાયો તેના માલિકોને પરત કરવામાં આવી છે. દેખીતી રીતે જ શહેરના કેટલાક જૈન આ બેઠકને અંતે મેયરે જૈનસંઘોને ગાયો દત્તક લેવાની વિનંતી કરી હતી. જૈન અગ્રણીઓએ એ માટે યોગ્ય કરવાની ખાતરી આપી હતી.

દરમિયાન જન્માષ્ટમીનો ધાર્મિક તહેવાર આવતા દર વર્ષની જેમ મ્યુનિ. કોર્પોરેશને એક રાજકીય નિર્ણય કરીને જન્માષ્ટમી અને એ પછીના ધાર્મિક તહેવારના સંદર્ભમાં મ્યુનિ. ઢોરવાડામાં કેદ એવી 13૦૦ ગાયોને કેદમુક્ત કરવાનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવ બાદ પુનઃ જૈન આગેવાનો અને જૈન સંઘના વડાઓ મેયરને મળ્યા હતા અને એમ જણાવ્યું હતું કે, તહેવારોમાં ગાયોને મુક્ત ના કરો તો સારું- જો એમ કરવામાં આવશે તો કેટલાંક તત્ત્વો તેને પકડીને કસાઈવાડે જ લઈ જશે. અમારી વિનંતી છે કે ગાયનો મુક્ત ના કરો. અમારા પર્યુષણ આવી રહ્યા છે અમે તેની ખાધા ખોરાકીનો ખર્ચ ઉપાડી લઈશું. પરંતુ ગાયમુક્તિનો રાજકીય ઠરાવ થઈ જ ગયો હતો તેનવી મ્યુનિ. તંત્ર પારોઠના પગલાં ભરી શકે તેમ ન હોવાથી આખરે જૈન અગ્રણીઓએ ગાયોને દત્તક લેવાનો નિર્ણય કરીને 11૦૦ ગાયોને દત્તક લઈ લીધી હતી અને અલગ અલગ પાંજરાપોળોમાં ફાળવી દીધી હતી.
આ 11૦૦ ગાયોને તેના માલિકોએ રસ્તે રખડતી મૂકી દઈને તેને ઢોરવાડામાંથી મુક્ત કરવા માટે હાથ અદ્ધર કરી દીધા હતા એટલે કે, માલિકીહક્ક છોડી દીધો હતો. હવે આ ગાયો આજીવન પાંજરાપોળની મહેમાન બનીને રહેશે. જ્યારે બાકીની ૨૫ ગાયોના માલિકો હતા તે કેદ મુક્તિના ઠરાવનો લાભ લઈ ખર્ચ ભર્યા વિના પોતાને ઘેર લઈ ગયા હતા.