Widgets Magazine
Widgets Magazine

ડિજિટલ ઇન્ડિયા માટે ભાજપ સરકાર-બેન્કોની સ્ટ્રેટેજી - લોકો નાછુટકે કેશલેસ તરફ વળશે

મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (12:32 IST)

Widgets Magazine
digital india


૫૦૦-૧૦૦૦ની નોટોના પ્રતિબંધ મૂકયાંને હવે એક મહિનો પૂર્ણ થવા આવશે પણ હજુયે બેન્કોમાં લોકોની લાઇનો ઓછી થઇ નથી. એટીએમમાં નાણાં જ નથી. પોસ્ટઓફિસોમાં લાંબી કતારો લાગી છે. બેન્કોની સ્થિતી સુધારવામાં કેન્દ્ર કે રાજ્ય સરકારને જાણે રસ નથી. આના પાછળનું કારણ એછેકે, જો બેન્કોમાં લોકોને પુરતા પ્રમાણમાં નાણાં મળે, નવી નોટો મેળવવાની લોકોની હાલાકી દૂર થાય તો નરેન્દ્ર મોદીનું ઇન્ડિયાનું સપનુ સાકાર થઇ શકે નહી. જો નાણાં મેળવવાની હાલાકી યથાવત રહે તો જ લોકો મજબૂર થઇને કેશલેસ તરફ આકર્ષાશે તેવી કેન્દ્ર સરકારની નીતિ હવે ખુલ્લી પડી રહી છે.

નોટબંધી બાદ ડિજીટલ ઇન્ડિયા પાછળ જાણે ભાજપ ઘેલુ બન્યું છે. નોટબંધીના ૨૮ દિવસ બાદ પણ લોકોની હાલાકી દૂર થઇ શકી નથી ત્યાં ભાજપ સરકારે કલેક્ટરોને આદેશ કરીને વેપારીથી માંડીને ઉદ્યોગકારો સાથે બેઠક યોજીને કેસલેશ કરવા આગ્રહ કરવામાં આવી રહ્યો છે. હવે શિક્ષકોથી માંડીને સ્વૈચ્છિક સંસ્થાઓને કેશલેશ શિખવાડવા આશરો લેવામાં આવશે. શહેરો-ગામડાઓમાં લોકોને કેશલેસ શિખવાડવા કેમ્પો યોજાવમાં આવશે. લોકો ડેબિટકાર્ડ સહિત વિવિધ કેસલેશ યોજનાનો ઉપયોગ કરે તે દિશામાં સરકાર પ્રયાસો કરી રહી છે. બેન્કોમાં આજેપણ પુરતા નાણાં જ નથી. એટીએમ ખાલીખમ પડયાં છે. બેન્કોમાં કેશ નથી તેવા પાટિયા ઝુલાવી દેવાય છે. લોકો નાણાં માટે આમથી તેમ ભટકી રહ્યાં છે.હવે લોકો માટે કેસલેશનો ઉપયોગ કરવા સિવાય ચારો નથી. સમસ્યા એછેકે, અશિક્ષિત લોકો માટે કેશલેશ અઘરૃ બની રહ્યું છે. શહેરોમાં તો ટેકનોસેવી કેસલેશને પસંદ કરી રહ્યાં છે પણ મોટોવર્ગ આનાથી માઇલો દૂર છે.
કેન્દ્ર સરકારે એક તરફ, સહકારી બેન્કોમાં લેવડદેવડ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેના પગલે ભાજપના આગેવાનોએ રજૂઆત કરી પણ કોઇ પરિણામ આવી શક્યુ નથી. સરકારે એક જ નીતિ રાખી છેકે, બેન્કોમાં હાલાકી પડશે તો લોકો હારીથાકીને કેસલેશનો ઉપયોગ કરવા મજબૂર બનશે. પણ જો બેન્કોમાં લોકોને પુરતા પ્રમાણમાં નાણાં મળશે તો કેશલેશ યોજના ભાંગી પડશે. આ કારણોસર બેન્કોની સ્થિતીમાં સુધાર લાવવા સરકાર જાણે પ્રયત્નશીલ જ નથી. બધુ બરોબર છે, પ્રજાનું જનસમર્થન સાંપડી રહ્યું છે તેવા દાવા કરવામાં આવી રહ્યાં છે પણ ડિજીટલ ઇન્ડિયા ખાતર મોદી સરકારે આ સ્ટ્રેટેજી ઘડી છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નોટબંધીથી અલંગનો શીપ બ્રેકિંગ ઉદ્યોગ ઠપ થતાં એક લાખ મજૂરો બેકાર

ભાવનગરની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપબ્રેકિંગ યાર્ડ ખાતે નોટબંધીને કારણે એક લાખ જેટલા ...

news

સુરતની મહિલાઓમાં મોદી પ્રિન્ટ સાડી હોટ ફેવરિટ બની

સમગ્ર દેશમાં મોદી મેજીક ચાલી રહ્યું છે. અને લોકો બેંકની લાઈનમાં ઉભા રહીને પણ મોદીને ...

news

ચા વેચનારો બન્યો તમિલનાડુનો મુખ્યમંત્રી

તમિલનાડુના નવા મુખ્યમંત્રીના રૂપમા ઓ પનીરસેલ્વમે શપથ ગ્રહણ કરી લીધી. તેમને આ જવાબદારી ...

news

Live update - અલવિદા તમિલનાડુની 'અમ્મા' ને, અંતિમ સંસ્કાર સાંજે 4.30 વાગ્યે

થોડા મહિનાથી બીમાર ચાલી રહેલ જયલલિતાનુ સોમવારે મોડી રાત્રે અપોલો હોસ્પિટલમાં નિધન. શુ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine