બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 ડિસેમ્બર 2016 (16:21 IST)

કચ્છ માં ૧ જાન્યુઆરી થી એફએમ રેડીયોનો વિધીવત પ્રારંભ, સરહદી લોકોની વર્ષોની માંગણી આખરે થશે સાકાર

કચ્છ સરહદી જીલ્લો હોવાથી એફએમ રેડીયોના પ્રસારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્લીથી લીલીઝંડી મળતી ન હતી. પરંતુ આખરે આ દિશામાં અનેક રજુઆતો તથા પ્રયાસોના પરીણામ સ્વરૃપ સંગીતરસીયાઓનું એફએમ સાંભળવાનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે. ૧ જાન્યુઆરીથી કચ્છમાં એફએમ સેવાનું ઉદધાટન કરવાનો નિર્ણય લેવાતા લોકોમાં ખુશી ફેલાઈ છે. આ અંગે મળતી માહિતી મુજબ કચ્છમાં આ સેવાનો પ્રારંભ થાય તેવી વર્ષોની પડતર માંગણી પર દિલ્લીથી મહોર લાગી ગઈ છે. જેથી ૧ જાન્યુઆરીથી આ સેવાનો વિધીવત પ્રારંભ કરવાના ભાગરૃપે ઉદધાટન કરાશે. દુરદર્શન કેન્દ્ર તથા આકાશવાણીના સંયુકતક્રમે એફએમ રેડીયો સંચાલિત કરાશે. જે અંતર્ગત ૧ જાન્યુઆરીના લોકાર્પણ બાદ તા.૧૦મીથી ૩૦ જાન્યુઆરી સુધી ટેસ્ટીંગ માટે માત્ર સવાર સાંજ ૨ કલાક શરૃઆતમાં પ્રસારણ કરાશે. ત્યારબાદ ઉભી થતી મુશ્કેલીઓને હળવી કરવા સાથે સેવાને પુર્ણકાલીન બનાવાશે. આ અંગે સાંસદ વિનોદ ચાવડાને પુછતા તેમણે વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે, દિલ્લીથી પરવાનગી મળી ગઈ છે ત્યારે તા.૧લીથી વિધીવત પ્રારંભ કરી દેવાશે આ માટે તૈયારી શરૃ થઈ ગઈ છે.