કચ્છ જિલ્લામાં કાજુનું વાવેતર પ્રોસેસીંગ યુનીટના અભાવે ઘટયું

બુધવાર, 7 ડિસેમ્બર 2016 (16:24 IST)

Widgets Magazine

કચ્છમાં થોડા વર્ષ પહેલા કેટલાક સાહસી ખેડુતોએ ઠંડા પ્રદેશમાં  ઉગતા કાજુનું  ગરમ પ્રદેશમાં વાવેતર કરીને તેના સારા પરીણામ મેળવતા તેની પાછળ જીલ્લાના અન્ય ખેડુતો પણ જોડાયા  હતા. જેના થકી ૧૦૦ હેકટરમાં થયું હતું. પરતું સરકાર દ્વારા તેને અનુલક્ષીને કોઈ મદદ ન કરતા હાલે વાવેતરમાં ખેડુતોને કમને પાછીપાની કરવી પડી છે. સરકારે એકતરફ બાગાયતી પાકો લેવા સેમીનાર, માર્ગદર્શન તથા અન્ય યોજનાઓ કાઢી રહી છે બીજીતરફ આ બધુ માત્ર કાગળ પર જ થતું હોય તેવો તાલ છે. ખરેખર જે પાકો માટે બેઝીક સુવીધા સરકારના કક્ષાએથી મળવી જોઈએ તે ન મળતા ઉત્પાદિત થયેલો માલ પાણીમાં જાય તેવી સિૃથતી અનેક બાગાયતી પાકોને લઈને કચ્છના ખેડુતોને સહન કરવી પડી રહી છે. કચ્છમાં છેલ્લા થોડા વર્ષોમાં કેસર કેરીના ઉત્પાદનમાં ખેડુતોએ કાઠુ કાઢયું છે પણ કેરીના  ઉત્પાદન બાદ કોલ્ડસ્ટોેરજ તથા એરકાર્ગોના અભાવે માલ બગડી જવાની મોટી નુકશાની દર વર્ષે ખેડુતોને ભોગવવી પડી છે.તો બીજીતરફ સાહસી ખેડુતો જયારે કાજુની ખેતી તરફ વળ્યા હતા તો તે દિશામાં  જરૃરી સવલતો સરકારે ઉભી ન કરાવતા હાલેખેડુતોએ આ ખેતીથી પીછેહઠ કરવાની ફરજ પડી છે. એક ખેડુતના જણાવ્યા મુજબ કાજુના પાક પછી તેેને પ્રોસેસિંગ કરવાની જરૃર હોય છે ત્યારબાદ જ તેની નીકાસ અન્ય કરી શકાય .આ સુવિધા માટે અનેક રજુઆત છતાં દાદ ન અપાતા થયેલું ઉત્પાદન માથે પડવાની સિૃથતી ઉભી થતી હોઈ ખેડુતો તેની ખેતી બંધ કરી રહ્યા છે. જેના કારણે હાલે ૧૦૦ હેકટરે પહોંચેલું વાવેતર આગળ વધવાના બદલે ઘટી રહ્યું છે જે ૬૬ હેકટરે આવીને ઉભું રહ્યું છે.  માંડવી, નખત્રાણા, અંજાર, ભુજ તાલુકામાં કાજુનું મોટાપાયે વાવેતર થયું હતું પરંતુ હવે તેના છોડ ખેડુતો કાઢી રહ્યા છે જે ગુલબાંગો મારતી સરકારની નિષ્ફળતા બતાવે છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કચ્છ માં ૧ જાન્યુઆરી થી એફએમ રેડીયોનો વિધીવત પ્રારંભ, સરહદી લોકોની વર્ષોની માંગણી આખરે થશે સાકાર

કચ્છ સરહદી જીલ્લો હોવાથી એફએમ રેડીયોના પ્રસારણમાં છેલ્લા કેટલાક વર્ષોથી દિલ્લીથી લીલીઝંડી ...

news

નોટબંધીથી કારોના વેચાણ પર બ્રેક લાગી, એક મહિનામાં ૫૦%નો ઘટાડો

હવે કાર એક લક્ઝરી ઓછી અને જરૃરિયાતનું સાધન વધારે બની ગઇ છે. દરેક વ્યક્તિનું સ્વપ્ન કાર ...

news

અત્યાચારોથી ત્રાસીને બનાસકાંઠાના ૧૫૦ દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

સોરાષ્ટ્રના ઉના ખાતે દલિતો ઉપર અત્યાચાર ગુજારવાના પ્રકરણ ઉપરાંત રાજયના અન્ય વિસ્તારોમાં ...

news

કાંકરેજમાં ભેંસે બે મોઢા અને છ પગ વાળા પાડાને જન્મ આપ્યો

આજકાલ સોશિયલ મીડિયા પર એક દમ બિજારે કહેવાય તેવી તસ્વીરો વાયરલ થતી હોય છે. જેનાથી કૂતૂહલ ...

Widgets Magazine