શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 ડિસેમ્બર 2016 (14:18 IST)

પાદરડી ગામ ગુજરાતનું ડિજિટલ વિલેજ- તમામ સુવિઘાઓથી સજ્જ

શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયત વાઇફાઇ તેમજ સીસી ટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. કદાચિત જીલ્લાનું સૌપ્રથમ વાઇફાઇ યુકત ગ્રામ પંચાયત બનશે. 14માં નાણાંપંચ યોજના અંતર્ગત અમલમાં મુકવામાં આવ્યુ છે. તેમજ ગામની સુરક્ષાના ભાગરુપે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જેવો રાજા તેવી તેની પ્રજા, રાજા જો સકારાત્મક કંઇક કરી છુટવાની ભાવનાવાળો હશે, કે મારો દેશ, મારૂ રાજય, મારૂ ગામ વિકાસની જે કેડીએ કંડારાઇ છે તેમાં જોડાય તો તે થતા કોઇ રોકી શકતુ નથી. કંઇક આવુ જ શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયતનું છે. જેમાં પૂર્વ સરપંચ તરીકે ડો.કિરણસિંહ સોમસિંહ બારીયા નેતૃત્વ કરતા હતા. અને તેઓના કાર્યકાળ દરમ્યાન પાદરડી ગ્રામ પંચાયતે વિકાસની એક પછી એક કેડીઓ કંડારતા ગયા. વર્ષ 2015માં તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં તેઓને શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા. જો કે કહેવાય છે કે માણસ ગમે તે સ્થાન પર પહોંચે, પરંતુ તે પોતાની માતૃભૂમિને નથી ભુલતો કંઇક એવુ જ આ કિસ્સામાં પણ છે. 5500 લોકોની વસ્તી ધરાવતુ પાદરડી ગામ સાચા અર્થમાં સૌનો વિકાસ અંતર્ગત દિવાળીના પાંચ દિવસ પહેલા એટલે કે તા.25 ઓકટોબરના રોજ 14માં નાણાંપંચની યોજના અંતર્ગત ગામવાસીઓને વાઇફાઇની સુવિધા પુરી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ એક મહિનો ગ્રામજનો વિના મૂલ્યે આનો ફાયદો લઇ શકશે. અને ત્યાર બાદ નજીવા દરે તેઓને આ સુવિધા પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ સેવાનો લાભ ગામામં આવેલી પ્રાથમિક શાળા, પ્રા.આ.કેન્દ્ર, આંગણવાડી, ગ્રામ પંચાયત કચેરીને પણ આપવામાં આવશે