1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ડિસેમ્બર 2016 (13:11 IST)

સરકાર લોકોને PAyTM કરવા મજબૂર કરે છે પણ અમૂલના એક પણ સ્ટોર પર ઈ પેમેન્ટ માટેની સુવિઘા નથી.

ભારત સરકાર એક તરફ કેશલેશ ઈન્ડિયાની વાતો કરે છે બીજી તરફ સરકારી સંસ્થાઓ જ કેશલેશને અવગણી રહી હોવાની વાતો કરે છે. સમગ્ર એશિયામાં સૌથી મોટી ગણાતી દૂધની બ્રાન્ડ અમૂલે જાણે સરકારના કેશલેશ ઈન્ડિયાના છોતરા કાઢ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં અમૂલ બ્રાન્ડના અનેક સ્ટોર આવેલા છે. ત્યારે લોકો અમૂલના આ સ્ટોર પર જ્યારે ડેરી પ્રોડક્ટ ખરીદવા જાય છે ત્યાં કેશલેશ ખરીદી કરવાની કોઈ સગવડ જ નથી.

અમૂલના સ્ટોર પર ઉભેલા કર્મચારીઓ કહે છે કે જો તમારે કોઈ ચીજ લેવી હોય તો રોકડા આપવા પડશે અમારી પાસે ઈ પેમેન્ટ કરી શકાય તેવી કોઈ સુવીઘા નથી. સરકારની આ એક એવી સંસ્થા છે જે હાલમાં પૈસા વિના મરી રહેલા લોકોની કાયદેસર મજાક ઉડાવી રહી છે. આ સહકારી મંડળી લોકો પાસેથી કેશમાં વ્યવહાર કરે છે. જ્યારે સરકારે તેમની રાજકિય પેઢીઓ એટલે કે પક્ષોને રૂપિયા બેંકંમાં મૂકવા માટેની કાર્યકર દીઠ 20 હજાર રૂપિયાની છૂટ આપી છે. ત્યારે લોકોને પાંચ રૂપિયાનો વહિવટ પણ પે ટીએમ અથવા તો અન્ય ઈ પેમેન્ટની સુવિધાથી કરવા માટે દબાણ કરવામાં આવે છે. અમૂલના સ્ટોર પર ખરીદી કરવા જતા લોકોનું કહેવું છે કે સરકાર પોતાની સહકારી મંડળીઓ પર આ બાબતે કેમ દબાણ નથી લાવી શકતી. તમારે જ બધા કેશના વહિવટો કરવા હોય તો બીજાને શા માટે રોકો છો? અમૂલ જેવી બ્રાન્ડ આ બાબતે બાકાત રહે તે કેવી રીતે ચલાવી શકાય. સહકારી મંડળી તરીકે અમૂલ એક વિશાળ બ્રાંન્ડ છે શું તે કેશલેશ ઈકોનોમીનો ભાગ ના બની શકે? સરકારે પોતાની આ સહકારી દુકાનને પણ તેના સ્ટોરમાં ઈ પેમેન્ટ માટેની સુવિઘાથી સજ્જ થાય તે માટે પ્રયાસો કરવા જોઈએ. હવે જોવાનું એ છે કે આ બાબતે આગળનો સમય શું કહે છે.