Widgets Magazine

મિતાભ મડિયા અને બીજા યુવાનોનાં ચિત્રોનું પ્રદર્શન યોજાયું

ગુરુવાર, 29 ડિસેમ્બર 2016 (15:28 IST)

Widgets Magazine

amitabh madiya

અમિતાભ મડિયા અને બીજા યુવાન ચિત્રકારો કૃષ્ણ આર્ય, ગોરેચા મિતલ, તુષાર મોદી, નિધિ પારાદાવા, અંકિત રાઠોડ, ધર્મેન્દ્ર સહાની અને કમલેશ સાલંકીએ સર્જેલાં ચિત્રોનું પ્રદર્શન અમદાવાદની હઠીસિંહ આર્ટ ગેલેરીમાં 26થી 31 ડિસેમ્બર સુધી યોજાયું છે. પ્રદર્શનના પ્રમ દિવસે તેનું ઉદઘાયન જાણીતા યુવાન સ્થપતિ હીરેન પટેલે કર્યું હતું.
 
અમિતાભના ચિત્રોમાં બારકસ બાળકોની નિર્દોષ ધીંગામસ્તી, તોફાન, ધમાચકડી જોવા મથેછે, સાથેસાથે તેમની અભ્યાસ કરવાની લગની પણ જોવા મળે છે.  બાળકોના મુખ પર આનંદ, ઉલ્લાસ, હાસ્ય, રૂદન, નિરાશા જેવા વિવિધ ભાવોનું આલેખન અમિતાભે કર્યું છે. અમિતાભે બાળકો ઉપરાંત યુવાનોની મારામારી અને મારપીટ જેવા દુર્લભ વિષયોનું પણ સચોટ અને મનોહર આલેખન કર્યું છે. તો વળી, માત્ર કાળો, સફેદ અને રાખોડી રંગો વડે આલેખિત માનવીઓના મુખ પર વેદના, પીડા અને વ્યથાના આલે ખનો કરવામાં પણ અમિતાભ સફળ નીવડયા છે.
કૃષ્ણ આર્યએ હિંદુ સાધુઓના જીવનનો ઊંડો અભ્યાસ કર્યા પછી આલેખેલા ચિત્રોમાં સાધુજીવન આબેહૂબ નિરૂપિત થયેલું જોવા મળે છે. કૃષ્ણ આર્ય દર વરસે સતત મહિનાઓ સુધી જૂનાગઢ જઈ સાધુઓ સાથે ભળી જઈને સાધુજીવન ગાળે છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાત સમાચાર

news

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી - અપડેટ સાથે જુઓ પરિણામ

રાજ્યની 8624 ગ્રામ પંચાયતોની મંગળવારે યોજાયેલી ચૂંટણીનું કુલ મતદાન 80.12 ટકા જેટલું ઉંચુ ...

news

Live - ગુજરાત ગ્રામપંચાયતોના ચૂંટણી પરિણામ,સરપંચનો સંગ્રામ - પંચાયતના પરિણામોથી મપાશે પાણી કોણ મારશે બાજી

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાંના લિટમસ ટેસ્ટ સમાન ગણાતી રાજ્યની 8954 ...

news

31 ડિસેમ્બરના રોજ દેશને સંબોધિત કરી શકે છે PM મોદી, મોટા એલાનો થવાની શક્યતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવ વર્ષ પહેલા રાષ્ટ્રને સંબોધિત કરી શકે છે. સૂત્રોના મુજબ પીએમ ...

news

Top 10 Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

હાલના દિવસોમાં સતત ટ્રેન અકસ્માતોના સમાચારો મળી રહ્યા છે. ગઇકાલે કાનપુરમાં ટ્રેન અકસ્માત ...