ગાડીમાંથી કાળો ધૂમાડો નિકળ્યો, સ્વામીજી ઉપવાસ પર ઉતર્યા

ગુરુવાર, 5 જાન્યુઆરી 2017 (12:59 IST)

Widgets Magazine
swami carઅમદાવાદના સાબરમતી વિસ્તારના સ્વામી ઘ્યાને ત્રણ મહિના પહેલાં એસજી રોડ સોલાના શો રૂમમાંથી 10 લાખની કિંમતની એક કાર ખરીદી હતી. છેલ્લા 3 મહિનાથી કારમાંથી કાળો ઘુમાડો નીકળે છે. સ્વામીએ 3 વખત વર્કશોપમાં કાર મૂકી હતી છતાં કોઇ નિવેડો નહીં આવતા કાર ઉપર 'કાળો ઘુમાડો કાઢતી કાર' કાળા અક્ષરે લખી બુઘવારે શો રૂમ પાસે કાર ઉપર બેસી વિરોઘ વ્યક્ત કર્યો હતો. હવે એક મહિના સુઘી અલગ અલગ રીતે પ્રદર્શન કરી પોતાનો વિરોઘ વ્યક્ત કરશે.સાબરમતી વિસ્તારમાં રહેતા સ્વામી ધ્યાને 15 સપ્ટેમ્બરના રોજ સોલા અંડરબ્રિજ પાસેના આવેલા નિશાનના શો રૂમમાંથી રૂપિયા 10.38 લાખની ટેરેનો કાર ખરીદી હતી. થોડા જ સમયમાં કારમાંથી કાળા ધૂમાડા નીકળવાનું શરૂ થયું હતું. કાર માલિકે ત્યારબાદ કંપનીના વર્કશોપની સર્વિસ કરવા માટે આપી હતી. પરંતુ ત્યાર પછી પણ કારે ધૂમાડા કાઢવાનું બંધ નહીં કરતા સ્વામી ધ્યાન એક મહિના માટે કારની સમસ્યા અને તેના લીધે થતાં પ્રકૃતિને નુકસાન અંગેની જાગૃતિ માટે દરરોજ નિશાન કંપનીના શો રૂમ સામે ધ્યાન અને યોગા દ્વારા ગાંધીગીરી કરીને વિરોધ કર્યો હતો.સ્વામીએ જમાવ્યું હતું કે, 10.38 લાખની કાર ખરીદી કર્યાં પછી મને લાગે છે કે હું ભીખારી અને લાચાર છું. મને છેતરવામાં આવ્યો છે. કારમાંથી કાળા ધૂમાડા નીકળે છે જે પ્રકૃતિને નુકસાન કરે છે. માટે કારની સમસ્યા સાથે પ્રકૃતિના મુદ્દે પણ હું યોગ અને ધ્યાન દ્વારા કાર પર બેસીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ નિશાન શો રૂમના જનરલ મેનેજર (સર્વિસીસ) જયેશ પરમારે કહ્યું કે, અમે હંમેશા તેમને સામેથી ફોન કર્યાં છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

અમરેલીમાં 10ના સિક્કાનું ચલણ બંધ, બેંકો અને વીજ કંપનીઓનો સ્વીકારવા ઈનકાર

નોટબંધી બાદ એક તરફ લોકોને ચલણી નાણુ હાથવગુ કરવામાં ભારે હાડમારી પડી રહી છે. તેની વચ્ચે ...

news

વડોદરામાં 13 દર્દીને HIVના ચેપવાળું લોહી ચડાવી દેવાયું હોવાની રાવ

વડોદરાની ઇન્દુ વોલેન્ટરી બ્લડ બેન્ક અને સુરક્તમ્ બ્લડ બેન્કે પરીક્ષણ કર્યા વિના જ 15 ...

news

નોટપરથી ગાંધીજીનો ફોટો ગાયબ, વરિષ્ઠ અધિકારી આજે કાર્યવાહી કરશે

જીલ્લાના બડૌદા ગામમાં એસબીઆઈ શાખામાંથી ગ્રાહકને આપેલ બે હજારની નોટ પરથી ગાંધીજીનો ફોટો ...

news

વનવિભાગને રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટના સ્થાને સફારી પાર્ક બનાવવામાં રસ

રાજ્યમાં અમદાવાદ, વડોદરા બાદ રાજકોટમાં ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેની તજવીજ હાથ ધરાઈ ...

Widgets Magazine