1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: શુક્રવાર, 11 નવેમ્બર 2016 (00:04 IST)

દિલ્હી-જયપુરમાં દરોડા બાદ હીરાના વેપારીઓમા દોડધામ

આઇટી વિભાગ લોકર સીલ કરતા હોવાની અફવા બાદ લોકોમાં ગભરાહટ સુરતમાં ખાનગી લોકર સીલ થયાની અફવા બાદ વેપારીઓ દોડધામ લોકરમાંથી રોકડ અને દાગીના કાઠવા પહોંચ્યા મુંબઈમાં ઝવેરી બજારમાં દરોડા પાડવામાં આવ્યા હતા તો રાષ્ટ્રીય પાટનગર નવી દિલ્હીમાં કરોલ બાગ, ચાંદની ચોક જેવા માર્કેટ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

અન્ય એક અહેવાલ મુજબ, દક્ષિણ ભારતના બે શહેરમાં પણ આવકવેરા વિભાગે આવા દરોડા પાડ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ, આવકવેરા વિભાગને એવી બાતમી મળી હતી કે કેટલાક વેપારીઓ, ઝવેરીઓ, કરન્સી એક્સચેન્જીસ તથા હવાલા ડીલર્સ 500 અને 1000ના મૂલ્યની કરન્સી નોટ્સ બંધ કરી દેવાના સરકારના નિર્ણયમાંથી ફાયદો ઉઠાવતા અને ડિસ્કાઉન્ટ ભાવે એ કરન્સી નોટ ચેન્જ કરીને સટ્ટાખોરી કરતા હતા.