શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (12:47 IST)

'અમિતાભ જી.. હવે જુઓ...બદબૂ ગુજરાત કી...'

13 સપ્ટેમ્બરના રોજ ગુજરાતના દલિત અમિતાભ બચ્ચનને પોસ્ટકાર્ડ લખશે.
 
ગુજરાતના કલોલમાં આયોજીત થનારી એક સભામા દલિત, ઉના દલિત અત્યાચાર સંઘર્ષ સમિતિના બેનર હેઠળ અમિતાભને લખીશુ. "મોદી જીના કહેવાથી તમે ખુશ્બુ ગુજરાતની જોઈ. હવે અમે મૃત પશુઓની ચામડી કાઢવાનુ કામ છોડી દીધુ છે. તેથી થોડા દિવસ તો વિતાવો ગુજરાતમાં અને જુઓ બદબૂ ગુજરાત કી...
 
દલિત નેતા જિગ્નેશ મેવાણીએ આ માહિતી ફેસબુક પર પોસ્ટ કરી છે અને જનસભા બોલાવી છે. 
 
ગુજરાત પર્યટનના બ્રાંડ એમ્બેસેડરના રૂપમાં જાહેરાતોમાં અમિતાભ બચ્ચનની આ લાઈન ખાસી ચર્ચામાં રહી હતી.. '... કુછ દિન તો ગુજારિયે ગુજરાત મે.' 
 
જુલાઈમાં ગુજરાતના ઉનામાં જાનવરની ચામડી કાઢતા દલિતોની મારપીટનો વીડિયો વાયરલ થયા પછી અનેક અઠવાડિયા સુધે દલિતોના સંગઠનોના વ્યાપક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ. 
 
આ મામલે બહાર કરાયેલા ચાર પોલીસ કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત લગભગ 30 અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી.  
 
જિગ્નેશ મેવાણીએ 15 ઓગસ્ટની રેલીમાં 10 હજારથી વધુ લોકોને શપથ અપાવી હતી કે તેઓ હવે મૃત પશુની ચામડી નહી ઉતારે અને ગટરમાં ઉતરીને સફાઈ નહી કરે. 
 
સ્થાનીક સંવાદદાતા અંકુર જૈને બીબીસીને જણાવ્યુ "15 ઓગસ્ટના રોજ દલિતોના મહાસંમેલનમાં મેવાણીએ માંગ કરી હતી આ દલિતોને તીસ દિવસમાં પાંચ પાંચ એકર જમીન અને વૈકલ્પિક રોજગાર આપવામાં આવે. નહી તો રેલ રોકો અને જેલ ભરો જેવા આંદોલન ચલાવવામાં આવશે." 
 
આવનારી 15 તારીખના રોજ આ સમયસીમા ખતમ થઈ રહી છે.