શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મુંબઈ , મંગળવાર, 12 જાન્યુઆરી 2016 (12:21 IST)

મહારાષ્ટ્ર કોર્પોરેશન ચૂંટણી, BJPની કરારી હાર.... કોંગ્રેસ સૌથી આગળ

મધ્યપ્રદેશ પછી મહારાષ્ટ્ર કોર્પોરેશન ચૂંટણીમાં ભાજપાને કરારો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસે ચૂંટણીમં શાનદર પ્રદર્શન કરતા ભાજપા સાથે તેમની સહયોગી શિવસેનાને પણ માત આપી છે. 289 નગર પંચાયત સીટોમાંથી કોંગ્રેસે 107 સીટો પર જીત મેળવી છે. ત્યારબાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)નો નંબર છે. જેને 58 સીટો પર કબજો જમાવ્યો. જ્યારે કે શિવસેના ત્રીજા અને ભાજપા ચોથા સ્થાન પર રહી. શિવસેનાને 55 સીટો જ્યારે એક ભાજપાને 24 સીટો મળી છે. 
 
નગર પંચાયત અને નગર પરિષદની આ ચૂંટણી રત્નાગીરી, રાયગઢ, જળગાવ,  નનદરબાર, અહમદનગર, નાસિક,  નાંદેડ,  લાતૂર, ઓસ્માનાબાદ, હિંગોલી, વાશિમ, વરધા, ભંડારા અને ચંદ્રપુર જીલ્લામાં થયા. આ ઉપરાંત પિંપરી-ચિંચવાડ, અહમદનગર, નવી મુંબઈ અને વૃહન્મુંબઈ નગર પરિષદની પેટા-ચૂંટણી પણ આયોજીત કરવામાં આવી.