શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: વડોદરાઃ , રવિવાર, 19 જૂન 2016 (16:45 IST)

પારુલ યુનિવર્સિટી = જયેશ કે. પટેલે યોની પર વારંવાર ટ્યુબ લગાવી સાત મિનીટ સુધી દુષ્કર્મ કર્યું

પારુલ યુનિવર્સિટીમાં નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ કોલેજના સંચાલક ટ્રસ્ટી અને ભાજપ અગ્રણી જયેશ  કે. પટેલે પોતાના પર બળાત્કાર ગુજાર્યો ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે કે પહેલાં જયેશ પટેલે બીજી છોકરીને બાજુના રૂમમાં મોકલી દીધી હતી. આ છોકરી બીજા રૂમમાં ગયા બાદ જયેશ પટેલે બળજબરીથી વિદ્યાર્થીનીનાં કપડાં ઉતારી નાખ્યાં હતાં અને તેને સાવ નગ્ન કરી નાંખી હતી. એ પછી જયેશ પટેલે વિદ્યાર્થીનીના ગુપ્તાંગ પર કોઈ ટ્યુબ લગાવી હતી. વિદ્યાર્થીનીનો આત્રેપ છે કે આ આ ટ્યૂબ લગાવતાં તે બેભાન બની ગઇ હતી.  ત્યાર બાદ જયેશ પટેલે પોતાનાં કપડાં કાઢી નાંખી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. યુવતીના આક્ષેપ પ્રમાણે જય્શ પટેલે તેની સાથે  છથી સાત મિનિટ સુધી દુષ્કર્મ આચર્યું હતું.

વિદ્યાર્થીની ભાનમાં આવતાં ડો. જયેશ પટેલે તેને કહ્યું હતું કે આ વાત કોઈને કરીશ તો તેને કોલેજમાંથી રસ્ટિકેટ કરી તેના લીવિંગ સર્ટિફિકેટમાં લાલ શેરો મારી કોલેજમાંથી બહાર કાઢી મૂકી તેની જિંદગી અને શૈક્ષણિક કારકિર્દી ખરાબ કરી નાખીશ. યુવતીના આ આક્ષેપે ખળભળાટ મચાવ્યો છે.

ડો.જયેશ પટેલ ભાજપના અગ્રણી નેતા છે

રાજકારણ સાથે જોડાયેલા ડો.જયેશ પટેલની રાજકીય કારકિર્દી પણ ચર્ચાસ્પદ રહી છે. વર્ષ 2007માં તેઓ ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ સામે કૉંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા હતા જેમાં તેઓ હાર્યા હતા. 2012 માં ફરી કૉંગ્રેસ માંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા જેમાં ફરી પરાજય થયો હતો. 2014 લોકસભાની ચૂંટણી પૂર્વે તેમનો ભાજપમાં સમાવેશ કરવામાં આવ્યો હતો અને હાલ તેઓ ભાજપના શક્રિય નેતા છે.

યોની પર વારંવાર  ક્રીમ લગાવી સાત મિનીટ સુધી દુષ્કર્મ કર્યું

યુવતી એ ફરિયાદમાં ઘણા સ્ફોટક ખુલાસા કાર્ય છે યુવતીને રૂમમાં લઇ ગયા બાદ તેના કપડા ઉતારી દીધા હતા ને ત્યાર બાદ ડો.જયેશ પટેલ એ તેની યોની પર કોઈ ક્રીમ લગાવી હતી ત્યાર બાદ સતત સાત મિનીટ સુધી તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. સતત બે ત્રણન વાર લગાવતા  યુવતી બેભાન અવસ્થામાં આવી ગઈ હતી દુષ્કર્મ કાર્ય બાદ યુવતીને તેની સાથે આખી રાત સુઈ રહેવા દબાણ કર્યું હતું પણ યુવતી એ ના પડતા તેને દર રોજના ૩૦૦૦ રૂપિયા આપવાની લાલચ  આપી હતી ઉપરાંત વગર પરવાનગી એ બહાર ફરવા જવાની પણ છૂટ આપી હતી પણ યુવતીએ તેની ઓફર સ્વીકારી ન હતી. ત્યારે તેની બાજુની રૂમમાં સુતી અન્ય હોમિયોપેથીકની વિદ્યાર્થીની સાથે સુવડાવી દીધી હતી. હોસ્ટેલમાં ગયા બાદ યુવતી એ પહેરેલા કપડા પણ પુરાવા રૂપે પોલીસને આપ્યા છે.