શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: વડોદરા. , મંગળવાર, 1 સપ્ટેમ્બર 2015 (09:48 IST)

વડોદરામાં પોલીસની ગાડીએ ફુટપાથ પર સૂઈ રહેલ 5 લોકોને કચડયા, બે ના મોત

ગુજરાતના વડોદરામાં સોમવારે રાત્રે એક પોલીસની ગાડી ફુટપાથ પર ચઢી ગઈ. ગાડીએ અહી સૂઈ રહેલ 5 લોકોને કચડી નાખ્યા. તેમા એક મહિલા સહિત બે લોકોના મોત થઈ ગયા. જ્યારે કે બાકી ત્રણની હાલત ગંભીર છે. એવુ કહેવાય રહ્યુ છે કે દુર્ઘટના સમયે ડ્રાઈવર નશામાં હતો. 
 
પોલીસની ગાડી પાણીગેટ પોલીસ સ્ટેશનની હતી. ગાડી શહેરની પેટ્રોલિંગ માટે નીકળી  હતી. દુર્ઘટના તરસાલી બાયપાસ પર થઈ. અહી ડ્રાઈવરે પોતાનુ સંતુલન ગુમાવી દીધુ અને જીપ ફુટપાથ પર ચઢી ગઈ. ઘટનાના પીડિત મજુર બતાવાય રહ્યા છે.